રાજ્યમાં કોરોના ની કહેર વચ્ચે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સ્થિતિ અત્યંત ગંભીર જોવાં મળી રહી છે.

રાજ્યમાં કોરોના ની કહેર વચ્ચે અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાની સ્થિતિ અત્યંત ગંભીર જોવાં મળી રહી છે. એવામાં ગઈ કાલે સાંજના 24 પૂરા થતા અમદાવાદમાં વધુ નવા 1933, સુરતમાં 1469, રાજકોટમાં 576 અને વડોદરામાં 381 કેસો નોંધાતા તંત્ર ચિંતામાં વ્યાપી ગયું છે.

ગુજરાતમાં કોરોનાના વધુ નવા કેસના આંકડા 6 હજારને પાર પહોંચી ગયા છે. દિવસે ને દિવસે રાજ્યમાં કોરોનાનો કહેર વધતો જ જઇ રહ્યો છે. ત્યારે આજ રોજ ફરી રાજ્યમાં કોરોનાના નવા 6,021 કેસ સામે આવ્યાં છે. જ્યારે કોરોનાથી આજે વધુ 55 લોકોના મોત નિપજ્યાં છે.

 જેમાં અમદાવાદમાં 20, સુરતમાં 18, વડોદરામાં 7 અને રાજકોટમાં 4 દર્દીઓના મોત થયા છે. તો રાજ્યમાં આજ દિન સુધીમાં કુલ 4855 દર્દીઓના મોત થઇ ચૂક્યાં છે.

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 2854 દર્દીઓ સાજા થયા છે તો આજ દિન સુધીમાં કુલ 3 લાખ 17 હજાર 981 દર્દીઓ કોરોનામુક્ત બન્યા છે. રાજ્યમાં હાલમાં એક્ટિવ કેસોની સંખ્યા 30 હજાર 680 એ પહોંચી છે. જ્યારે 216 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યાં છે. 30 હજાર 464 દર્દીઓ હાલમાં સ્ટેબલ છે.

આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close