ગુજરાતમાં કોરોનાની સ્થિતી કોરોના વાયરસ દિવસેને દિવસે વધારી રહ્યો છે. ગઈ કાલે 24 કલાકમાં ૮,૯૨૦ નવા કેસ સામે આવ્યા છે.



ગુજરાતમાં કોરોનાની સ્થિતી કોરોના વાયરસ દિવસેને દિવસે વધારી રહ્યો છે. ગઈ કાલે 24 કલાકમાં  ૮,૯૨૦ નવા કેસ સામે આવ્યા છે. 

અમદાવાદ, સુરતમાં ૨૬-૨૬ સહિત રાજ્યભરમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૪ વ્યક્તિને કોરોના ભરખી ગયો છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે ૩,૮૪,૬૮૮ જ્યારે કુલ મરણાંક ૫,૧૭૦ છે. આ પૈકી એપ્રિલના ૧૬ દિવસમાં જ ૭૬,૯૯૦ કેસ નોંધાયા છે જ્યારે ૬૫૧ના મૃત્યુ થયા છે. હાલની સ્થિતિએ રાજ્યમાં પ્રતિ કલાકે સરેરાશ ૩૭૨ વ્યક્તિ કોરોના સંક્રમણમાં સપડાઇ રહી છે. રાજ્યમાં એક્ટિવ કેસનો આંક ૫૦ હજારની નજીક છે. હાલમાં ૪૯,૭૩૭ એક્ટિવ કેસ છે જ્યારે ૨૮૩ દર્દી વેન્ટિલેટર પર છે. બરાબર ૭ દિવસ અગાઉ રાજ્યમાં ૨૨,૬૯૨ એક્ટિવ કેસ હતા. 

કોરોના છેલ્લા ૨૪ કલાકમાં અમદાવાદ શહેરમાં ૨૮૪૨-ગ્રામ્યમાં ૫૬ સાથે કુલ ૨,૮૯૮ નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં કોરોનાના કુલ કેસનો આંક હવે ૯૫,૨૧૦ છે. હાલ અમદાવાદ જિલ્લામાં પ્રતિ કલાકે ૧૨૧ વ્યક્તિને કોરોના થઇ રહ્યો છે. સુરત શહેરમાં ૧૫૨૨-ગ્રામ્યમાં ૩૯૮ સાથે ૧,૯૨૦ નવા કેસ નોંધાયા છે. કુલ કેસનો આંક હવે સુરતમાં ૮૩,૨૯૧ છે. રાજકોટ અને વડોદરામાં પણ કોરોનાનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે. રાજકોટ શહેરમાં ૭૦૭-ગ્રામ્યમાં ૫૨ સાથે ૭૫૯, વડોદરા શહેરમાં ૪૨૯-ગ્રામ્યમાં ૧૭૧ સાથે ૬૦૦ નવા કેસ સામે આવ્યા છે. 
રાજ્યમાંથી અન્યત્ર જ્યાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના વધુ કેસ નોંધાયા તેમાં મહેસાણામાં ૩૩૦, જામનગર શહેરમાં ૧૯૨-ગ્રામ્યમાં ૧૨૨ સાથે ૩૧૪, ભાવનગર શહેરમાં ૧૧૨-ગ્રામ્યમાં ૮૫ સાથે ૧૯૭, ભરૃચમાં ૧૭૩,ગાંધીનગર ગ્રામ્યમાં ૭૫-શહેરમાં ૬૭ સાથે ૧૪૨, જુનાગઢ શહેરમાં ૭૪-ગ્રામ્યમાં ૬૧ સાથે ૧૩૫, પાટણમાં ૧૨૫, નવસારીમાં ૧૧૭, બનાસકાંઠામાં ૧૧૦, અમરેલીમાં ૯૨, દાહોદમાં ૯૧, કચ્છમાં ૮૯, આણંદમાં ૮૧, પંચમહાલમાં ૭૯, તાપીમાં ૭૮, સુરેન્દ્રનગરમાં ૬૯, નર્મદામાં ૬૭, સાબરકાંઠામાં ૬૬, મહીસાગરમાં ૬૨ વલસાડ ૪૭, દાદરા નગર હવેલી ૯૫, દમણ ૪૩, કેસનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close