ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પવિત્ર રમઝાન માસની શરુઆત થઈ

ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં પવિત્ર રમઝાન માસની શરુઆત થઈ ચુકી છે. જાણો, રમઝાન મહિનામાં રોઝા રાખવાના શું નિયમ છે અને શું મહત્વ છે.
રમઝાન માસમાં રોઝા રાખવામાં આવે છે. આ દરમિયાન ખોટી આદતોથી પણ દૂર રહેવાનું હોય છે. આગામી 30 દિવસ પછી ઈદનો ચાંદ દેખાશે ત્યાં સુધી રોઝા રાખવાના હોય છે.
રોઝા દરમિયાન માત્ર ભૂખ્યા અને તરસ્યા રહેવાનો નિયમ નથી. આંખ, કાન અને જીભનો પણ રોઝો રાખવાનો હોય છે. આનો અર્થ છે કે, ખોટી વાત કરવી નહીં, ખરાબ સાંભળવુ નહીં અને જોવુ પણ નહી.
દરેક મુસ્લિમ માટે જરુરી છે કે તે રોઝા દરમિયાન સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત દરમિયાન કોઈ પણ જાતની ખાણી-પીણીથી દૂર રહે. આટલુ જ નહી, શારીરિક સંબંધો અને ખરાબ વિચારોથી પણ દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.
સેહરી શબ્દ ‘સહર’માંથી બન્યો છે, જેનો અર્થ છે સવાર. સૂર્યોદય પહેલા ઉઠીને રોઝા રાખનાર વ્યક્તિ ખાઈ-પી લે છે. કારણકે સૂર્યાસ્ત સુધી ખાવા-પીવાની મનાઈ હોય છે. સૂર્યાસ્ત પછી રોઝો ખોલવામાં આવે છે તેને ઈફ્તાર કહે છે.
રમઝાન માસ દરમિયાન લોકો પાંચ સમયની રેગ્યુલર નમાઝ પઢે છે અને કુરાન પણ વાંચે છે.ઈસ્લામ ધર્મના નિયમ અનુસાર પાંચ વાતો કરવાથી રોઝા તૂટી જાય છે. ખોટું બોલવુ, બદનામી કરવી, પીઠ પાછળ કોઈની બુરાઈ કરવી, ખોટી કસમ ખાવી અને લાલચ કરવી.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close