વલસાડ રેલવે વિભાગ દ્વારા ફ્રેઇટ કોરિડોર પ્રોજેકટ હેઠળ રેલવે ઓવરબ્રિજ પાસે નવા બે ટ્રેક નાંખવાની કામગીરી 1 જૂનથી 20 જૂન સુધી હાથ ધરવા વહીવટી તંત્રએ જાહેરનામુ બહાર પાડ્યું છે.

          વલસાડ રેલવે વિભાગ દ્વારા ફ્રેઇટ કોરિડોર પ્રોજેકટ હેઠળ રેલવે ઓવરબ્રિજ પાસે નવા બે ટ્રેક નાંખવાની કામગીરી હાથ ધરવા માટે તંત્રએ જાહેરનામુ બહાર પાડ્યું છે. 
              વલસાડ શહેરમાં દક્ષિણ છેડે આવેલા રેલવે ઓવરબ્રિજ પર ડીએફસીસીઆઇએલ અંતર્ગત નવા બે ટ્રેક નાંખવા માટે ધરમપુર જતાં છેડા પર પ્રીકાસ્ટ આરસીસી બોક્ષ તૈયાર કરવાની કામગીરી 1 જૂનથી 20 જૂન સુધી હાથ ધરવા વહીવટી તંત્રએ જાહેરનામુ બહાર પાડ્યું છે.
   વલસાડ એસટી વિભાગે ધરમપુર, વાપી જતી આવતી બસો માટે ડાયવર્ઝન નક્કી કરી વલસાડ ડેપોથી કુંડી ફાટક થઇ હાઇવે થઇને ધરમપુર ચોકડી રૂટ પર સંચાલિત સેવામાં એકતરફી 18 કિમી તથા વલસાડ ડેપોથી ગુંદલાવ ચોકડી બ્રિજ નીચે થઇ હાઇવે ધરમપુર ચોકડી રૂટ પર દોડતી બસ સેવામાં એક તરફી 12 કિમીનો વધારો થશે.ડાયવર્ઝન 20 દિવસનું હોવાથી ભાડાપત્રકમાં કોઇ ફેરફાર નહિ કરાશે.
  વાપી અને ધરમપુર ડેપો તરફથી વલસાડ ડેપો આવવા મીની વાહનો ધરમપુર ચોકડીથી વાપી અને ધરમપુર ડેપો તરફ જવાનું રહેશે.મીની વાહનો સિવાયના તમામ વાહનો વલસાડ દશેરા ટેકરી થઇને વલસાડ ડેપો પર જવાનું રહેશે.
      વલસાડ ડેપોથી મીની વાહનો છીપવાડ અંડરબ્રિજ થઇ ગુંદલાવ ચોકડી બ્રિજના નીચે હાઇવે થઇ ધરમપુર ચોકડીથી વાપી અને ધરમપુર તરફ જવાનું રહેશે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close