News
એસઓજી વલસાડ પોલીસે મળેલી બાતમીના આધારે બિલ વિનાના બાયોડીઝલ ભરેલા ટેન્કરને પકડી પાડ્યું હતું.
ધરમપુરમાં પેટ્રોલીંગ દરમ્યાન એસઓજી વલસાડ (વાપી) પોલીસે મળેલી બાતમીના આધારે કાકડકુવા પાસેથી આવી રહેલા બાતમી મુજબના બિલ વિનાના બાયોડીઝલ ભરેલા ટેન્કરને પકડી પાડ્યું હતું.
પોલીસે બાયોડીઝલના બિલ તેમજ આધાર પુરાવા માંગતા પકડાયેલા જામનગર જિલ્લાના ટેન્કર ચાલક મોહન મગનભાઈ પરમારે નહીં હોવાનું જણાવ્યું હતું.
ટેન્કર ચાલક સાથે લાકડમાળ નાની વહિયાળ ફાટક પાસે ગયેલી પોલીસને ત્યાં હાજર મૂળ અમરેલી જિલ્લાના હાલ લાકડમાળ નાની વહિયાળ ફાટક પાસેના કિશન હરજીભાઈ શેલડિયાએ આ ફિલ્ટર મશીનમાં બેજ ઓઇલનું ફિલ્ટર કરી બાયોડીઝલ બનાવવામાં આવે છે એમ જણાવ્યું હતું.
ફાઈલ તસવીર
પોલીસે તેની પાસે બાયોડીઝલ બનાવવા અંગે આધાર પુરાવા તથા ગ્રામ પંચાયત અથવા અન્ય કોઈ સત્તાધિકારીના પાસ પરમીટ માંગતા નહીં હોવાનું જણાવ્યું હતું.
જેથી એસઓજી પોલીસે રૂપિયા દસ લાખની કિંમતના ટેન્કર સહિત સ્થળ પરથી બાયોડીઝલ બનાવવાના મળી આવેલા આધાર પુરાવો, બિલ વગરના રૂપિયા 37,22,885 લાખના મુદ્દામાલને CRPC કલમ 102 મુજબ તપાસ અર્થે કબ્જે કર્યો હતો. અને પકડાયેલા બને ઈસમોની CRPC કલમ 41(1) ડી મુજબ અટક કરી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment