News
રીન્યુ સ્પા એન્ડ ફેમિલી નામની દુકાનમાં ગુરુવારે વાપી ટાઉન પોલીસે રેઇડ કરી સલૂનમાં નોકરી કરતી મુંબઈની એક 27 વર્ષની યુવતી, સ્પાના સંચાલક અને ગ્રાહક તરીકે આવેલા વાપીના ઈસમને ઝડપી પાડ્યો
વાપીના ચલા વિસ્તારમાં પંચરત્ન બિલ્ડીંગમાં પહેલા માળે આવેલ રીન્યુ સ્પા એન્ડ ફેમિલી નામની દુકાનમાં ગુરુવારે વાપી ટાઉન પોલીસે રેઇડ કરી હતી. જેમાં વલસાડ જિલ્લામાં કોરોના મહામારીને ધ્યાને રાખી સ્પા-પાર્લર ખોલવા પર પ્રતિબંધનું જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામુ હોવા છતાં તેનો ભંગ કરતા સલૂનના સંચાલક, એક ગ્રાહક અને મુંબઈની એક યુવતીની ધરપકડ કરી હતી.
વાપી ટાઉન પોલીસે બુધવારે ચલામાં પીસલીલી સ્પા નામના સલૂનમાં રેઇડ કરી IPC કલમ 188 હેઠળ 19 થી 27 વર્ષની 4 યુવતી, સલૂનના મેનેજર અને 3 ગ્રાહકોની સામે કાયદેસરની કાર્યવાહી કર્યા બાદ ગુરુવારે ફરી એજ વિસ્તારમાં આવેલ પંચરત્ન બિલ્ડીંગમાં ચાલતા રીન્યુ સ્પા એન્ડ ફેમિલી સલૂનમાં રેઇડ કરી હતી.
રીન્યુ સ્પા સલૂનમાંથી પણ પોલીસે સલૂનમાં નોકરી કરતી મુંબઈની એક 27 વર્ષની યુવતી, સ્પાના સંચાલક એવા આતિષ બાલુ સેલાર અને ગ્રાહક તરીકે આવેલા આસિફ મુસ્તફા અજમેરી નામના વાપીના ઈસમને ઝડપી પાડ્યો હતો.
તમામને વાપી ટાઉન પોલીસ મથકે લાવી હાલમાં કોરોના મહામારી દરમ્યાન વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા સ્પા-પાર્લર નહિ ખોલવાના હુકમના જાહેરનામા ભંગ બદલ IPC કલમ 188 હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે જિલ્લામાં કોરોના મહામારી દરમ્યાન પણ સ્પા-સલૂનમાં યુવતીઓ પાસે મસાજ સહિતના મોજશોખ કરવા માંગતા શોખીન ગ્રાહકોને સેવા પૂરી પાડવા સલૂન સંચાલકો જાહેરનામાનો ભંગ કરી રહ્યા છે. જેની સામે પોલીસ પણ સખત કાર્યવાહી કરી રહી છે.
જો કે સ્પા સંચાલકો તેમાં કામ કરતી યુવતીઓ અને આસિફ અજમેરી જેવા શોખીન ગ્રાહકો સામે પોલીસના કાયદાનો દંડો જાણે કોઈ વિષાતમાં ના હોય તેમ ગણતરી ની કલાકોમાં જ જામીન પર મુક્ત થઈ ફરી એજ કાયદા નો ભંગ કરી રહ્યા છે. પોલીસે આવા લોકો સામે વધુ કડક હાથે કામ લેવું જરૂરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment