નારગોલ-માલવણ બીચ પર કિનારે આવી મૃત વ્હેલ, 1991માં મૃત વ્હેલ તણાઈ આવ્યા બાદ આ બીજી ઘટના


વલસાડ જિલ્લાના નારગોલ-માલવણ બીચ પર બુધવારે એક મૃત વ્હેલનું અર્ધું શરીર કિનારે આવતા લોકોમાં અચરજ ફેલાયું હતું. દરિયા કિનારે ભરતીમાં આ વ્હેલ નું મૃત શરીર તણાઈ આવ્યું હતું. જેને જોવા આસપાસના લોકોના ટોળા ઉમટ્યા હતાં.
   નારગોલના માલવણ બીચ નજીક મૃત વ્હેલ માછલી ઊંડા દરિયામાંથી ભરતીના પાણીમાં તણાય આવી હતી. મહાકાય મૃત વ્હેલનું અર્ધુ શરીર કિનારે આવ્યું હતું. જે ડિકમ્પોઝ હાલતમાં નારગોલના માલવણ બીચ અને માંગેલવાડ બીચ વચ્ચેના દરિયા કિનારે આવતા લોકોના ટોળે ટોળા તેને જોવા આવી રહ્યા છે. 
        સમગ્ર ઘટના અંગે વન વિભાગના અધિકારીઓને સ્થાનિક લોકોએ જાણકારી આપતા વનવિભાગ ની એક ટીમ ઘટના સ્થળે આવી હતી. વનવિભાગની ટીમે મૃત વ્હેલના મૃતદેહ નું પ્રાથમિક નિરીક્ષણ કરી વધુ તપાસ હાથ ધરી છે.
           ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા આ જ વિસ્તારમાં મૃત ડોલ્ફીન મળી આવી હતી. ભૂતકાળમાં પણ અનેક મૃત ડોલ્ફિન મળવાની ઘટના આ વિસ્તારમાં બની ચુકી છે. 
 વર્ષ 1991 માં નારગોલના દરિયા કિનારે 18 ફૂટ લાંબી વ્હેલ માછલી તણાય આવી હતી જેનું હાડપિંજર આજે પણ ધરમપુર મ્યૂઝિમમાં સાચવીને રાખવામાં આવ્યું છે. જેના વર્ષો બાદ મૃત વ્હેલનું અર્ધશરીર ફરીવાર આ દરિયા કિનારે જોવા મળ્યું છે. 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close