News
અસિતે દિલીપ જોશીને ચંપકલાલનો રોલ ઓફર કર્યો હતો એક વૃદ્ધનો રોલ તે નહીં કરી શકે. પરંતુ ચંપકલાલના પુત્ર એટલે કે જેઠાલાલનો રોલ તે પ્લે કરી શકે છે. આ પાત્રએ તેને ઘણા બધા અવોર્ડ અપાવ્યા છે.
દિલીપ જોશીનો જન્મ ગુજરાતના પોરબંદરમાં 26 મે, 1968માં થયો હતો બોલિવુડ અને ટીવીની દુનિયામાં ખ્યાતનામ નામ દિલીપ જોશી તેમની શાનદાર કોમેડીના જોરે લોકોના દિલમાં વસ્યા છે.
અભિનેતાએ બોલીવુડની મોટી-મોટી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. ઉપરાંત ઘણા બધા ટીવી સીરિયલ્સમાં પણ ભાગ લીધો છે. પરંતુ તેને સૌથી વધુ સફળતા મળી તેમના કોમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલનો રોલ પ્લે કરી.
અભિનેતાએ તેના જીવનમાં ઘણા સંઘર્ષ કર્યા હતા. તેને ફિલ્મોમાં પણ નાના જ રોલ ભજવવા માટે મળતા હતા. મોટી ફિલ્મોમાં કામ કર્યા પછી પણ તેને ખાસ ઓળખ ન મળી. પરંતુ જેઠાલાલના પાત્રએ તેને દરેક ઘરમાં જગ્યા આપી.
વર્ષ 2008માં દિલીપ જોશીનો મિત્ર અસિત કુમાર મોદી તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા બનાવી રહ્યા હતા. બંને પહેલા પણ સાથે કામ કરી ચુક્યા હતા. એવામાં અસિતે દિલીપ જોશીને ચંપકલાલનો રોલ ઓફર કર્યો.
જોકે પછી અસિત મોદીને લાગ્યુ કે દિલીપ આ રોલ સારી રીતે નહીં ભજવી શકે, તો તેણે દિલીપ સાથે ખુલીને વાત કરી અને જણાવ્યું કે એક વૃદ્ધનો રોલ તે નહીં કરી શકે. પરંતુ ચંપકલાલના પુત્ર એટલે કે જેઠાલાલનો રોલ તે પ્લે કરી શકે છે.
દિલીપ જોશીને આ રોલ મળ્યો, જેના માટે તે આજે પણ ઓળખાય છે અને આ પાત્રએ તેને ઘણા બધા અવોર્ડ અપાવ્યા છે. અભિનેતાના આ રોલને ફેંસ સૌથી વધારે પસંદ કરે છે.
દિલીપ જોશીએ તેની કારકિર્દીની શરૂઆત વર્ષ 1989માં આવેલી ફિલ્મ ‘મેને પ્યાર કિયા’થી કરી હતી. ત્યારબાદ તે ‘હમ આપકે હૈ કોન’, ‘ફિર ભી દિલ હૈ હિંદુસ્તાની’, ‘ખિલાડી 420’, ‘હમરાજ’, ‘ફિરાક’ અને ‘ઢૂંઢતે રહ જાઓએ’ જેવી ફિલ્મોમાં કામ કર્યું.
પર્સનલ લાઇફની વાત કરીએ તો તેણે માલાતુલા જોશી સાથે લગ્ન કર્યા છે અને તેમના બે બાળકો પણ છે. દિલીપ જોશી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment