આઈપીએસ સુબોધકુમાર જયસ્વાલને 2 વર્ષના સમય ગાળા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના ડિરેક્ટર તરીકે નિમવામાં આવ્યાં

સુબોધકુમાર જયસ્વાલની CBI ના વડા તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જયસ્વાલ 1985 ની બેચના ભારતીય પોલીસ સેવા (IPS) ના અધિકારી છે અને તેઓ અગાઉ મહારાષ્ટ્રના પોલીસ મહાનિર્દેશકના પદ પર રહી ચૂક્યાં છે. હાલમાં તેઓ સેન્ટ્રલ ઔદ્યોગિક સુરક્ષા દળ (CISF) ના ડાયરેક્ટર જનરલ છે.
          આઈપીએસ સુબોધકુમાર જયસ્વાલને 2 વર્ષના સમયગાળા માટે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) ના ડિરેક્ટર તરીકે નિમવામાં આવ્યાં છે. નોંધનીય છે કે, જયસ્વાલે દેશની ઈન્ટેલીજન્સ એજન્સી RA&W સાથે નવ વર્ષ સુધી કામ કર્યુ છે જેમાં તેઓએ ત્રણ વર્ષ એડિશનલ સેક્રેટરી તરીકે ફરજ પણ બજાવી હતી.
    CBI ચીફની ચૂંટણી માટે હાઇ પાવર કમિટીની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં પીએમ મોદી, ચીફ જસ્ટિસ એન.વી. રમન્ના અને વિપક્ષી નેતા અધિર રંજન ચૌધરી ઉપસ્થિત રહ્યાં હતાં. આ બેઠકમાં સીબીઆઈના નવા વડાની નિમણૂંક અંગે ચર્ચા કરવામાં આવી હતી.
  સૂત્રોના જણાવ્યાં અનુસાર, 1984-87 બેચના 109 અધિકારીઓમાંથી 10 નામો હાઇ પાવર સમિતિ માટે કર્મચારી અને તાલીમ વિભાગ (DoPT) દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવ્યાં હતાં.
        બાદમાં આ સૂચિમાં ફક્ત 6 નામોને જ આગળ કરવામાં આવ્યાં હતાં. BSF ના ચીફ રાકેશ અસ્થાના અને એનઆઈએ ચીફ વાય.સી.મોદી પણ આ રેસમાં શામેલ હતાં.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close