મમતા બેનર્જી ત્રીજીવાર બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધી હતી. રાજ્યપાલ જગદીશ ધનખડેએ તેઓને શપથ અપાવી હતી.


મમતા બેનર્જી પોતે નંદીગ્રામથી ચૂંટણી હારી ગયા હતા, પરંતુ તે ત્રીજીવાર બંગાળના CM તરીકે શપથ લઈ લીધી છે. જોકે, 66 વર્ષીય મમતા બેનર્જીને બીજી કોઈ સીટ પરથી ચૂંટણી લડવી પડી શકે એમ છે. આની પહેલા મમતાએ 20મે 2011ના રોજ પ્રથમવાર અને 27મે 2016ના રોજ બીજીવાર મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.
બંગાળે સતત 1950થી 17 વર્ષો સુધી કોંગ્રેસને સત્તા સોંપી હતી, પરંતુ રાજ્યમાં રાજકીય હોબાળાઓ થવા લાગ્યા ત્યારે તેઓએ 1977માં લેફ્ટિસ્ટને ચૂંટ્યા હતા. ત્યારપછી બંગાળે લેફ્ટને સાત ચૂંટણીમાં વિજળ અપાવ્યો હતો. લેફ્ટે CPMની આગેવાની હેઠળ પૂર્ણ બહુમતથી 34 વર્ષ સુધી શાસન કર્યું હતું.
   લેફ્ટનું કાર્યકાળ પુરૂ થતા મમતાની તૃણમૂલને સત્તા મળી હતી અને તેઓ છેલ્લા 10 વર્ષથી બંગાળમાં શાસન કરી રહી છે. આ વખતે પણ તેઓએ પૂર્ણ બહુમત પ્રાપ્ત કર્યું છે.

આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close