News
વોટ્સએપ વોઇસ મેસેજ સાથે જોડાઈ ગયુ છે આ વિશેષ ફીચર, હવે આવશે ચેટિંગ કરવાની વધુ મજા .ઉપયોગ કરવા માટે, તમારે એન્ડ્રોઇડ વર્ઝન 2.21.9.15 અને વોટ્સએપ આઇઓએસ વર્ઝન 2.21.100 ડાઉનલોડ કરવું પડશે.
તમે વોટ્સએપની આ સુવિધાને વોટ્સએપ વેબ અને ડેસ્કટોપ ક્લાયંટ્સ પર પણ પ્લે કરી શકશો. આની મદદથી તમે વોઇસ મેસેજની પ્લેબેક સ્પીડ 1.0X, 1.5X અને 2.0X સુધી વધારી શકો છો. એટલે કે, વોટ્સએપ પર વોઇસ મેસેજ આવતાની સાથે જ તમે પ્લેબેક સ્પીડ બટન મુજબ તેની સ્પીડ વધારી શકો છો.
આ નવા અપડેટમાં વોટ્સએપ દ્વારા નવું સ્ટીકર પેક Laugh It Off પણ રજૂ કરવામાં આવ્યું છે. તેમાં 28 એનિમેટેડ સ્ટીકરો શામેલ છે. તમે તમારી પસંદ પ્રમાણે કોઈપણ સ્ટીકર પસંદ કરી શકો છો. આઇફોન અને Android બંને વપરાશકર્તાઓ માટે લાફ ઇટ ઓફ સ્ટીકર પેક રજૂ કરવામાં આવ્યુ છે.
વોટ્સએપના આ નવા ફીચર્સનો ઉપયોગ કરવા માટે, તમારે એન્ડ્રોઇડ વર્ઝન 2.21.9.15 અને વોટ્સએપ આઇઓએસ વર્ઝન 2.21.100 ડાઉનલોડ કરવું પડશે. તેમાં તમને પ્લેબેક સ્પીડ ટૂગલ કરવાનો વિકલ્પ આપવામાં આવશે. જે પછી તમે સ્પીડને તમારા પોતાના અનુસાર 1x થી 1.5x અને 2x પર સ્વિચ કરી શકો છો.
આ ટૂગલ ઓડિઓ સીકબારની સામે રહેશે. હવે પ્લેબેક સ્પીડ સ્વિચ પર ટેપ કર્યા પછી, તમે જુદી જુદી ઝડપે વોઇસ મેસેજને નિયંત્રિત કરી શકો છો. તમે આ સુવિધાઓ વોટ્સએપ વેબ અને ડેસ્કટોપ વર્ઝન 2.119.6 પર વાપરી શકો છો.
જણાવી દઈએ કે વોટ્સએપ કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર કરાયેલા નવા ડિજિટલ નિયમોની વિરુદ્ધ છે. વોટ્સએપ કહે છે કે નવા નિયમોના કારણે અમારે જણાવવું પડશે કે પેહલો મેસેજ કોણે મોકલ્યો છે.
આ યુઝર્સની ગોપનીયતાને અસર કરશે. વોટ્સએપ મુજબ યુઝર્સની ચેટ ટ્રેસ કરવાનો અર્થ છે કે દરેક મેસેજની ફિંગરપ્રિન્ટ રાખવી. આ ગોપનીયતા જેવા મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરશે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment