તા. ૩૧મીએ વલસાડ જિલ્લા આયોજન મંડળની બેઠક મળશે


માહિતી બ્‍યુરો વલસાડ તા.૨૮: વલસાડ જિલ્લા આયોજન મંડળની બેઠક તા.૩૧/૫/૨૦૨૧ના રોજ બપોરે ૧૧-૩૦ કલાકે જિલ્લા પ્રભારી તેમજ આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ, તબીબી શિક્ષણ વિભાગના રાજ્‍ય કક્ષાના મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીના અધ્‍યક્ષસ્‍થાને કલેક્‍ટર કચેરીના સભાખંડ ખાતે મળશે. 
.                      ફાઈલ તસવીર
આ બેઠકમાં વિકેન્‍દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમની ૧૫ ટકા જોગવાઇ, ૫ ટકા પ્રોત્‍સાહક તથા જિલ્લા કક્ષાની ૨૦૨૧-૨૨ની જોગવાઇ અને ખાસ પ્‍લાન (બક્ષીપંચ) યોજનાની ૨૦૨૧-૨૨નું આયોજન મંજૂર કરવા, વિકેન્‍દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ તેમજ એમ.પી.એલ. એ.ડી.એસ. હેઠળની મે-૨૦૨૧ અંતિત પ્રગતિની સમીક્ષા કરાશે. આ બેઠકમાં સંબંધિત અમલીકરણ અધિકારીઓને હાજર રહેવા જિલ્લા આયોજન અધિકારી તેમજ વલસાડ જિલ્લા આયોજન મંડળના સભ્‍ય સચિવ દ્વારા જણાવાયું છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close