વાપીના ગોવિંદા કોમ્પ્લેક્ષમાં ચટ્ટાઈ પાથરી ગોળ કુંડાળામાં બેસેલા 8 આંગડીયાઓ સામે વાપી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. જુગારધામ કે જુગાડધામ????

વાપીમાં હાલ કોરોના મહામારીને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું અમલમાં છે. ત્યારે દરરોજ અલગ અલગ વિસ્તારમાં જાહેરનામાનો ભંગ કરતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. જે અંતર્ગત પોલીસે વાપીના ગોવિંદા કોમ્પ્લેક્ષમાં ચટ્ટાઈ પાથરી ગોળ કુંડાળામાં બેસેલા 8 આંગડીયાઓ સામે કાર્યવાહી હાથ ધરી હતી.
      વાપી ચાર રસ્તા પાસે આવેલ ગોવિંદા કોમ્પ્લેક્ષમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં ચાની કેન્ટીનમાં ગ્રીન નેટ પાથરી ગોળ કુંડાળામાં બેસલા 8 લોકો સામે પોલીસે જાહેરનામાનો ભંગ કરી સોશ્યલ ડિસ્ટન્સનું તથા કોરોનાની ગાઈડલાઈનનું પાલન નહિ કરતા જોવા મળતા તેમના ફોટા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. 
પોલીસ પૂછપરછમાં આ તમામ લોકોના નામ મેહુલ નવીન રાવલ, અરવિંદ દશરથ પટેલ, રમેશ અંબાલાલ પટેલ, હિતેશ જયંતિ ઠાકોર, નારાયણલાલ રઘુનાથજી પ્રજાપતિ, કનું સોમા પટેલ, સન્ની વિક્રમ પટેલ, સતિષ હરગોવન પ્રજાપતિ હોવાનું જાણવા મળ્યું હતું. 
તમામ ગોવિંદા કોમ્પ્લેક્ષમાં આવેલ આર. કાંતિલાલ આંગડિયા પેઢી, એન. કમલેશ આંગડિયા પેઢી, વી. પટેલ આંગડિયા પેઢી, શ્રીગણેશ આંગડિયા પેઢી, રમેશ શંકર આંગડિયા પેઢી, જી. એન્ટરપ્રાઇઝ આંગડિયા પેઢી, રમેશ અંબાલાલ આંગડિયા પેઢી, રમેશ કાંતિલાલ આંગડિયા પેઢીમાં કામ કરતા કર્મચારીઓ અને સંચાલકો હોવાનું જાણવા મળ્યું હતું. 
  પોલીસે તમામ વિરુદ્ધ IPC કલમ 188, 269 તથા ધી એપેડેમીક ડીસીઝ એક્ટ 1897ની કલમ 3 મુજબ તપાસ હાથ ધરતી કાર્યવાહી કરી હતી. ઉલ્લેખનીય છે કે વાપીમાં હાલ કોરોના મહામારીને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટના હુકમનું ઉલ્લંઘન કરનારા સ્પા સંચાલકો, ખાણીપીણીની દુકાનો વાળા, કરીયાણાવાળા સામે કાયદાનો દંડો ઉગામતી પોલીસે જમીન પર ચટ્ટાઈ પાથરીને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરી ગોળ કુંડાળામાં બેસેલા નવરાધુપ આંગડીયાવાળા સામે પણ કાર્યવાહી કરતા લોકોમાં આશ્ચર્ય સાથે રમુજનું વાતાવરણ ફેલાયું હતું.


Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close