ઊંડાં શ્વાસ લેવાથી 48 કલાકમાં શરીરને આ 5 ફાયદા ઓ થાય છે, ઈમ્યુનિટી વધે છે અને ઝેરી તત્ત્વો ઘટે છે

રોજ થોડા સમય માટે ઊંડાં શ્વાસ લેવાથી તમારું સ્વાસ્થ્ય અને લાઈફ સ્ટાઈલમાં સુધારો થાય છે. જ્યારે પણ તમે ચિંતિત કે કોઈ તકલીફમાં હોવ ત્યારે તમારા ધબકારા ઝડપી બની જાય છે. બ્લડ ફ્લો હાર્ટ અને મગજ તરફ બધી જાય છે. તેનાથી બચવા માટે ઊંડાં શ્વાસ લેવાનો અભ્યાસ તમારે રોજ કરવો જોઈએ. 
  ભલે સ્ટ્રેસ હોય કે ના હોય. તેનાથી 24થી 48 કલાકમાં મન અને શરીરને આરામ મળે છે, ઊંઘ સારી આવે છે. સૌથી મહત્ત્વની વાત એ કે રોગ સામે લડવાની શક્તિ વધે છે. ધીમા, ઊંડાં અને લાંબા શ્વાસ લેવાથી શરીરનો સ્વભાવ શાંત બને છે. સારી ઊંઘ આવે છે. જો અનિંદ્રાની તકલીફ હોય તો સૂતા પહેલાં ઊંડાં શ્વાસ લો. કાર્બન ડાયોક્સાઈડ પ્રાકૃતિક ઝેરી કચરો છે અને તે શ્વાસથી બહાર આવે છે. ટૂંકા શ્વાસ દરમિયાન ફેફસાં ઓછા કામ કરે છે. અન્ય અંગોને આ કચરાને બહાર ફેંકવા માટે વધારે મહેનત કરવી પડે છે.
  ઊંડાં શ્વાસ લેવાથી તાજો ઓક્સિજન મળે છે અને ઝેરી તત્ત્વો તથા કાર્બન ડાયોક્સાઈડ બહાર ફેંકાય છે.જ્યારે બ્લડ ઓક્સિજનેટેડ હોય છે ત્યારે શરીરની પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત બને છે. શરીરનાં મહત્ત્વપૂર્ણ અંગો યોગ્ય કામ કરતા નથી. એક ક્લિનર, ટોક્સિન-મુક્ત અને હેલ્ધી બ્લડથી સંક્રમણ ફેલાવતા તત્ત્વોનો નાશ કરે છે.
જ્યારે તમે ઊંડાં શ્વાસ લો છો તો શરીર એન્ડોર્ફિન બને છે. આ ગુડ હોર્મોન છે અને શરીર દ્વારા બનાવેલું એક પ્રાકૃતિક દર્દ નિવારક છે. ઊંડાં શ્વાસ લેવાથી ચિંતાજનક વિચારો અને ઘભરામણથી આરામ મળે છે. હાર્ટની ગતિ ધીમી પડે છે આથી શરીર વધારે ઓક્સિજન લઇ શકે છે. હોર્મોન સંતુલિત રહે છે. કોર્ટીસોલનું લેવલ ઓછું થાય છે. આ એક સ્ટ્રેસ હોર્મોન છે. જ્યારે તેનું લેવલ શરીરમાં વધી જાય ત્યારે તે સૌથી વધુ નુકસાન પહોંચાડે છે.ડાયાફ્રામ ઉપર-નીચે થવાથી બ્લડ ફ્લોની ગતિ વધે છે. તેનાથી ઝેરી તત્ત્વો શરીર બહાર કાઢવામાં મદદ મળે છે.

આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close