આપણાં ઘરમાં હળદર સહિતના દાદીમાના નુસખા વપરાતા હતા એટલે લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ તરફ વળ્યા છે.

 દેશ અને દુનિયામાં કોરોનાએ જે પ્રકારે કહેર વર્તાવ્યો છે તેના કારણે લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. ડરના કારણે લોકો હવે ઇમ્યુનિટી એટલે કે પ્રતિકારક શક્તિ વધે તેવી દવાઓ તેમજ તેવા ઉત્પાદનોનો વપરાશ વધારી દીધો છે.
 ખાસ કરીને આયુર્વેદિક ઇમ્યુનિટી બૂસ્ટર પ્રોડક્ટ્સનો વપરાશ બમણો થયો છે. આયુર્વેદિક દવા બનાવતી અગ્રણી કંપનીઓના જણાવ્યા પ્રમાણે પ્રતિકારક શક્તિ વધારતી દવાઓનું વેચાણ 50-70% જેટલું વધી ગયું છે.
       ભારતમાં જ્યારે કોરોના આવ્યું ત્યારે તેનો કોઈ ઈલાજ કે દવા ઉપલબ્ધ ન હતી. તેનાથી બચવા બધા ઇમ્યુનિટી વધારવાની વાતો કરતાં હતા. આપણાં ઘરમાં હળદર સહિતના દાદીમાના નુસખા વપરાતા હતા એટલે લોકો રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ તરફ વળ્યા હતા. આનો ફાયદો દવા બનાવતી કંપનીઓને પણ થયો છે. આવી દવાઓનું વેચાણ 100% જેટલું વધ્યું છે અને હવે ઘણા ડિસ્ટ્રિબ્યુટર્સ સામેથી આવી દવાઓ માંગવી રહ્યા છે.
 આયુર્વેદ પર લોકોને વિશ્વાસ તો હતો પણ કોરોના આવ્યા બાદ જે લોકો આયુર્વેદમાં ઓછો વિશ્વાસ રાખતા હતા તેઓ પણ હવે આયુર્વેદિક ઉત્પાદનો વાપરતા થયા છે. આયુશક્તિની ઇમ્યુનિટી બૂસ્ટર દવાઓનું વેચાણ છેલ્લા એક વર્ષમાં બમણું થયું છે.


આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close