News
વાપી નજીક સલવાવ ખાતે નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માતને કારણે મુંબઈ અમદાવાદ વચ્ચેના આ હાઇવે ની બંને તરફ ભારે ટ્રાફિક જામ સર્જાયો
ગુરુવારે બપોરે વાપી નજીક સલવાવ ખાતે નેશનલ હાઇવે નંબર 48 પર હોન્ડા સીટી કારનો ચાલક વલસાડથી વાપી તરફ આવી રહ્યો હતો.
ત્યારે, કારને એક ટેન્કર ચાલકે જોરદાર ટક્કર મારતા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો. અને કાર સીધી જ ડિવાઈડર કૂદી બીજી લેનમાં ચાલી ગઈ હતી. જે દરમ્યાન સામેની લેન પરથી આવતી અન્ય બે કારને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.
નેશનલ હાઇવે નંબર પર જ્યાં આ અકસ્માત થયો છે. તે વિસ્તાર સંભવિત અકસ્માત ઝોન છે. તેમ છતાં ટેન્કર ચાલકના ગફલતભર્યા ડ્રાઇવીંગમાં GJ15-CK-9981, DD03-G-38 અને GJ15-CD-7254 નંબરની અલગ અલગ ત્રણેય કારના ફુરચા ઉડી ગયા હતાં.
જો કે સદનસીબે કાર અકસ્માતમાં જાનહાની ટળી હતી. પરંતુ ત્રણેય કાર માં મોટું નુકસાન થયું હતું.
અચરજ પમાંડતા આ અકસ્માતના કારણે આસપાસના લોકો હાઇવે પર દોડી આવ્યા હતાં. તો અકસ્માતને કારણે મુંબઈ અમદાવાદ વચ્ચેના આ હાઇવેની બંને તરફ ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેને હળવો કરવા ટ્રાફિક પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment