મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરને નાથવા માટે રાજ્ય સરકાર અને પાલિકા પ્રશાસન યુદ્ધના ધોરણે પ્રયાસ કરે છે ત્યારે બીજી તરફ મ્યુકરમાયકોસિસ (બ્લેક-ફંગસ)ની બીમારીએ માથું ઉચક્યું છે.

      મહારાષ્ટ્રમાં કોરોનાની મહામારી કાબૂમાં છે, પણ ગામડાના વિસ્તારમાં તેનો ફેલાવો વધુ હોવાથી રાજ્ય સરકાર ચિંતામાં છે. લોકડાઉન ઉઠાવવા બાબતે નિર્ણય લેવામાં સરકાર અવઢવમાં છે. 
 મહારાષ્ટ્રમાં આજે કોરોનાના નવા ૨૪,૭૫૨ કેસ નોંધાયા હતા અને ૪૫૩ લોકોના મોત નીપજ્યા હતા.આથી રાજ્ય માં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૫૬,૫૦,૯૦૭ થઈ છે. જ્યારે મૃત્યુની સંખ્યા વધીને ૯૧૩૪૧ થઈ છે.
  મુંબઈમાં કોરોનાગ્રસ્તોની સંખ્યા વધીને ૭૦૧૨૬૬ થઈ છે. અને મરણાંકની સંખ્યા ૧૪૧૪૨ થઈ છે. મુંબઈમાં અત્યારે કોરોનાના ૨૭૯૪૩ દરદીઓ સક્રીય છે. જેઓ શહેરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે.
  મહાપાલિકાની હોસ્પિટલોમાં બ્લેક-ફંગસની સારવાર માટે આવેલા દરદીઓની સંખ્યા ૨૫૦ ઉપર પહોંચી છે.આમાં થી ૭૦ દરદીઓનું ઓપરેશન કરવાનું જરૃરી છે. એવા પણ ઘણા દરદી છે જેને આ બીમારીમાંથી મુક્ત કરવા એકથી વધુ ઓપરેશન કરવામાં આવ્યા છે. 
  મુંબઇમાં સારવાર લેતા ૮૦ ટકા દરદી બહારગામના છે. ગયા અઠવાડિયે મુંબઇમાં મ્યુકરમાયકોસિસના દરદીઓની સંખ્યા ૧૨૦ હતી જે આ અઠવાડિયે વધીને ૨૫૦ ઉપર પહોંચી છે.
        મ્યુકરમાયકોસિસના દરદીને એમ્ફોટેરિસિન-બી ઇન્જેક્શન આપવામાં આવે છે. જો કે હજી સુધી આ ઇન્જેક્શન સહેલાઇથી મળી શકતા ન હોવાથી વૈકલ્પિક દવા આપવામાં આવે છે.
         મુંબઇની હોસ્પિટલોમાં બ્લેક-ફંગસના જે ૨૫૦ દરદીઓ નોંધાયા છે એમાંથી ૮૦ ટકા મુંબઇ બહારના જિલ્લાના છે. આ દરદીઓ તબીબી સારવાર માટે મોડા આવતા હોવાથી ચેપ ઝડપથી ફેલાય છે.
      અત્યારે ગુગલ ફોર્મના માધ્યમથી દરદીઓનો ડેટા તૈયાર કરવામાં આવી રહ્યો છે. આમાંથી કેટલા દરદીને એમ્ફોટેરિસિન ઇન્જેક્શનની ખરેખર જરૃર છે એ સ્પષ્ટ થશે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close