News
દમણમાં અત્યાર સુધીમાં 58 હજારથી વધુને રસીકરણ અભિયાનમાં આવરી લેવામાં આવ્યા છે.સાથે પ્રદેશમાં સંક્રમણના દરનો ગ્રાફ ખૂબ જ નીચે ગયો છે.
દમણમાં મંગળવારે 6 કેન્દ્ર ઉપરથી કોરોના રસી આપવામાં આવી હતી જેમા 18થી વધુ ઉંમરના 2500ને જ્યારે કુલ 2, 641 લોકોને રસી આપવામાં આવી છે. દમણમાં અત્યાર સુધીમાં 58 હજારથી વધુને રસીકરણ અભિયાનમાં આવરી લેવામાં આવ્યા છે.
દમણમાં મંગળવારે 1,457 સેમ્પલ લેવાયા હતા જે પૈકી માત્ર 19 કોરોના પોઝિટિવ રીપોર્ટ આવતા સંક્રમણના દરનો ગ્રાફ ખૂબ જ નીચે ગયો છે. આ સાથે જ 20 દર્દીઓ રીકરવ થતાં કોવિડ સેન્ટરમાંથી રજા આપવામાં આવી હતી. ગુજરાત અને મહારાષ્ટ્રમાં હજી સુધી 18 પ્લસ યુવકોને કોરોના વેક્સિનેસનનો શુભારંભ થયો નથી ત્યાં દમણમાં છેલ્લા 12 દિવસથી વેક્સિન આપવાની શરૂઆત કરીને 40 ટકાથી વધુ યુવાને આવરી લેવામાં આવ્યા છે.
મંગળવારે દાનહમાં કોરોના પોઝિટિવના નવા 15 કેસો નોંધાયા છે. જે સાથે પ્રદેશમાં હાલમાં 145 કેસ સક્રિય છે. અત્યાર સુધીમાં 5588 કેસ રીકવર થઇ ચુક્યા છે તો 3 વ્યક્તિનું મોત થયેલું છે.
આરટીપીસીઆરના 282 ટેસ્ટમાંથી 11 પોઝિટિવ આવ્યો હતો જ્યારે રેપિડના 3104 ટેસ્ટમાંથી 4નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે સામે 31 દર્દી રીકવર થતા રજા આપી હતી.
આં ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment