જાણો છો કે કઈ વસ્તુઓને ચા સાથે ખાવાથી નુકસાન થાયછે.

  આપણામાંથી મોટા ભાગના લોકો પોતાના દિવસની શરૂઆત ચા સાથે કરતા હોય છે. ચાનો સ્વાદ વધારવા માટે એમાં જુદી જુદી વસ્તુઓ ઉમેરવામાં આવતી હોય છે. કેટલાય લોકો સમયસર ચા ન મળવા માટે માથાના દુખાવાની પણ ફરિયાદ કરતા હોય છે.
 આ ઉપરાંત ખાલી પેટે ચા પીવાથી એસિડીટી અને પેટની મુશ્કેલીઓ થઈ શકે છે. આ ઉપરાંત મોટાભાગના લોકો જુદી જુદી વસ્તુઓ ચા સાથે ખાય છે. સામાન્ય રીતે લોકો ચાની સાથે બિસ્કિટ અથવા પકોડા પસંદ કરે છે. પરંતુ તમે જાણો છો કે કઈ વસ્તુઓને ચા સાથે ખાવાથી નુકસાન થાયછે.
ચાની સાથે પકોડા ખાવાનું લોકો વધુ પસંદ કરે છે. ખાસ કરીને વરસાદના સમયમાં મોટે ભાગે ચા ની સાથે પકોડા ખાયછે.પરંતુ આ તમારા શરીરને નુકસાન પહોંચાડે છે.
     ચા સાથે બેસનના પકોડા કે નમકીન ખાવાથી બચવું જોઈએ. આ બંને વસ્તુઓ સાથે સાથે ખાવાથી શરીરમાં પોષકતત્ત્વોની ઉણપ વર્તાયછે. અને પાચન સંબંધી સમસ્યાઓ પણ પેદા થાય છે.
ચા પીધા પછી તુરંત ક્યારેય પાણી ન પીવું જોઈએ. આ ઉપરાંત ચાની સાથે કોઈ ઠંડી વસ્તુ પણ ન ખાવી જોઈએ. ચા પીધા પછી પાણી પીવાથી પાચનતંત્ર પર મોટી અસર થાય છે. એનાથી પેટમાં એસિડીટી થાયછે. તમે ઈચ્છો તો ચા પહેલા પાણી પી શકો છો.
મોટા ભાગના લોકો ચા સાથે લીંબુ મેળવીને પીવાનું પસંદ કરે છે. જો કે લીંબુની માત્રા વધુ હોવાથી અપચો, ગેસ અને એસિડીટીની સમસ્યાઓ પેદા થાય છે. જો તમને લેમન ટી પસંદ છે તો લીંબુની માત્રા ઓછી રાખો. ચા સાથે ખાટી વસ્તુઓ ન ખાઓ. એનાથી તમારી તંદુરસ્તીને નુકસાન થાય છે.
  ચા સાથે હળદરવાળી વસ્તુઓનું સેવન ન કરો. આ બંને વસ્તુઓ રિએક્ટ કરે છે. જેના કારણે પાચનતંત્રને મોટું નુકસાન થાય છે. ચા પીધાના કેટલાક સમય પછી જ હળદરવાળી વસ્તુઓ ખાઈ શકો છો. તમારી ડાયટમાં વધુ માત્રામાં હળદર ના ખાવી જોઈએ.
  ચાની સાથે અથવા ચા પીધા પછી કાચી વસ્તુઓનું સેવન ના કરો. જે તમારા પેટ ઉપર અસર કરે છે. ચા સાથે સલાડ, ફણગાવેલા અનાજ અને બાફેલા ઈંડા ખાવાનું ટાળો.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close