News
વાપીની હેમાં ડાય કેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં આગ લાગતા વાપી જી.આઇ.ડી.સી ફાયર અને વાપી ટાઉન ફાયર ની મદદ લઇ આગ પર કાબુ કરવા માટે મદદ લેવાઈ હતી
વાપીમાં રવિવારે સાંજે હેમા ડાઈ કેમ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. કેમિકલના રો-મટીરીયલ્સમાં અગમ્ય કારણોસર લાગેલી આગની વિકરાળ જ્વાળાને કારણે આસપાસની કંપનીઓમાં કામ કરતા કામદારોમાં ભાગદોડ મચી હતી. આગ પર ફાયર ફાઈટરોએ 2 કલાકની જહેમત બાદ કાબુ મેળવ્યો હતો.
વાપી ના 2nd ફેઇઝમાં આવેલી હેમા ડાઈ કેમ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં રવિવારે સાંજે અગમ્ય કારણોસર ભીષણ આગ લાગી હતી. નોટિફાઇડ ફાયર વિભાગના જણાવ્યા મુજબ કંપનીમાં રહેલા રો-મટિરિયલ્સમાં આ આગ લાગી હતી. જેણે ગણતરીની મિનિટોમાં જ કંપનીને પોતાની ચપેટમાં લઈ લીધી હતી. આગથી કોઇ જાનહાનિના સમાચાર મળ્યા નથી. પરંતુ કેમીકલ કંપનીમાં આગ લાગતા નજીકની કંપનીઓમાં કામ કરતા કામદારો માં ભાગદોડ મચી હતી.
આગ ને બુઝાવવા માટે વાપી જીઆઇડીસી નોટીફાઇડ અને પાલિકાના મળીને 7 ફાયર ફાયટરો ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જે બાદ આરતી કંપનીમાંથી પણ ફાયરની ટીમને બોલાવવામાં આવી હતી. ફાયર વિભાગે પાણી સાથે મોટી માત્રામાં ફોમનો મારો ચલાવી અંદાજિત 2 કલાકે આગ પર કાબુ મેળવ્યો હતો.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આ કંપનીમાં 1 કે 2 વર્ષે ભીષણ આગના બનાવો બને જ છે. આ પહેલા પણ આવા ત્રણેક બનાવ બની ચુક્યા છે. જ્યારે હાલમાં લોકડાઉનને કારણે કંપનીનું પોતાનું પ્રોડક્શન બંધ હતું. એટલે પરમિશન વગર અન્ય કંપનીઓનું રો-મટિરિયલ્સ મંગાવી જોબ વર્કના ધોરણે ખાનગીમાં કંપની ચાલુ હતી. જે દરમ્યાન આ રો-મટિરિયલ્સ માં અગમ્ય કારણોસર આગ લાગી હતી. જેને કારણે આસપાસની કંપનીઓના સંચાલકોનો જીવ તાળવે ચોંટ્યો હતો. આગની ઘટના દરમ્યાન પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી સાવચેતીના ભાગરૂપે આસપાસનો વિસ્તાર કોર્ડન કર્યો હતો
Previous article
Next article
Leave Comments
Post a Comment