News
વલસાડના કપરાડા તાલુકામાં બાલચોઢી ગામમાં પરણીત યુવક અને પરિણીત મહિલાના મિલન વચ્ચે પતિ ઘરે આવી પહોંચ્યો, પતિએ બંનેને અર્ધ નગ્ન હાલતમાં બાંધી માર માર્યો
પારડી તાલુકાના ચીવલ દાદરી ફળિયામાં રહેતી બે સંતાનની માતા અને કાકડકોપર બારી ફળિયામાં રહેતો મુકેશભાઈ સુરેશભાઈ વચ્ચે આંખ મળી ગઈ હતી, જોકે બંન્ને પ્રેમીપંખીડાઓએ કરેલ મિલનનો વાયદો નિભાવવા આજરોજ સવારે બાલચોંઢી ગામ ખાતે પોહચ્યાં હતા, જે અંગેની જાણ મહિલાના પતિ મંગુભાઈ રમેશભાઈને થતાં તેઓએ વોચ ગોઠવી બંન્ને પ્રેમીપંખીડાઓને રાસલીલા કરતાં ઝડપી લીધા હતા, જોકે બંન્ને પ્રેમીપંખીડાઓએ મંગુભાઈ રમેશભાઈને જોઈ હોંશ ઉડી ગયા હતા, ગુસ્સે ભરાયેલા મહિલાના પતિ મંગુભાઈ રમેશભાઈએ બંન્ને પ્રેમીપંખીડાઓને પોતાના ઘરે ચીવલ દાદરી ફળિયા ખાતે લાવી બાંધી ઢોર માર માર્યો હતો, જોકે ત્યારબાદ 108 મારફતે મહિલાને નાનાપોંઢા ની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી.
વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના બાલચોઢી ગામમાં પતિની ગેરહાજરીમાં પ્રેમી સાથે મુલાકાત કરનારા પરિણીતા અને તેના પ્રેમીનો મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. ઘરમાં પરિણીતા અને તેનો પ્રેમી એકલા જ હતા ત્યારે તેનો પતિ આવી જતાં જોવા જેવી થઈ હતી. પતિએ તેની પત્ની અને તેના પ્રેમીને ઘરની બહાર અર્ધનગ્ન હાલતમાં જ બાંધી દીધા હતા અને માર માર્યો હતો. બાદમાં પોલીસને બોલાવતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી હતી. બનાવની વિગત પર નજર કરીએ તો, કપરાડા તાલુકાના બાલચોઢી ગામમાં રહેતી પરિણીતાને કોઈ અન્ય યુવક સાથે આડાસંબંધ હોવાની તેના પતિને શંકા ગઈ હતી. થયું એવું કે, પતિ જ્યારે કામસર બહાર ગયો હતો ત્યારે તેની પત્નીએ તેના ઘર તેના પ્રેમીને મળવા માટે બોલાવ્યો હતો. આ સમયે જ અચાનક પતિ ઘર પર આવી પહોંચતા દોડધામ મચી હતી.
પતિએ તેની પત્ની અને તેના પ્રેમીને અર્ધનગ્ન હાલતમાં ઝડપી પાડ્યા હતા.ગુ્સ્સે ભરાયેલા પતિએ બંને ઘરની બહાર ફળિયામાં બાંધી દીધા હતા અને માર માર્યો હતો. બાદમાં પોલીસને બોલાવી હતી.
હાલ આ મામલે પોલીસે પતિની ફરિયાદ લેવા માટે તજવીજ હાથ ધરી છે. તો બીજી તરફ પતિ-પત્ની ઔર વોના આ કિસ્સાએ હાલ કપરાડાના બાલચોઢી અને આસપાસના વિસ્તારના ચર્ચા જગાવી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment