News
વલસાડ અને વાપી શહેરમાં (બન્ને શહેરની પાંચ કિમીની ત્રિજ્યામાં) તા. ૦૬ થી ૧૨મી મે, ૨૦૨૧ સુધી રાત્રિ કરફયુ અમલમાં રહેશે કફર્યુના સમયગાળા દરમિયાન સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા ઉપરાંત નિયંત્રણો મૂકાયા
માહિતી બ્યુરોઃ વલસાડ : ગૃહ વિભાગના હુકમને ધ્યાને લેતાં રાજ્યના કુલ-૩૬ શહેરો પૈકી વલસાડ અને વાપી શહેરમાં (બન્ને શહેરોની પાંચ કિ.મી.ની ત્રિજ્યામાં) પણ તા.૦૬/૦૪/૨૧ થી તા.૧૨/૫/૨૧ દરમિયાન રાત્રિના ૦૮-૦૦ થી સવારે ૦૬.૦૦ સુધી રાત્રિ કરફયુ અમલમા મૂકવામાં આવે છે. જે અન્વયે વલસાડ જિલ્લા મેજિસ્ટ્રેટ આર.આર.રાવલે નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની જોગવાઇઓ અને ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ)ની કલમ ૧૪૪ તેમજ ધ એપેડેમીક ડીઝીસ એકટ ૧૮૯૭ અન્વયે ધ એપેડેમીક ડીઝીસ કોવિડ-૧૯ રેગ્યુલેશન, ૨૦૨૦ની જોગવાઇઓ તથા ઇન્ડીયન પીનલ કોડની કલમ ૧૮૮ અનવ્યે વલસાડ જિલ્લાના જાહેર જનતાની સલામતી માટે તથા કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય તે સારૂ કેટલીક સુચનાઓનું ચુસ્તપણે પાલન કરવા હુકમ કર્યો છે.
જે અનુસાર રાત્રિ કફર્યુના સમયગાળા દરમિયાન ફકત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે. આ ઉપરાંત બિમાર વ્યક્તિ, સગર્ભાઓ, અશક્ત વ્યક્તિઓને સારવાર માટે એટેન્ડન્ટ સાથે અવરજવરની છૂટ રહેશે. મુસાફરોને રેલ્વે, એરપોર્ટ, એસ.ટી. કે સીટી બસની ટીકીટ રજૂ કર્યેથી તેઓને અવરજવરની પરવાનગી આપવામાં આવશે.
રાત્રી કફર્યુના સમયગાળા દરમિયાન લગ્ન યોજી શકાશે નહીં. આવશ્યક સેવા સાથે સંકળાયેલા નાગરિકો /અધિકારીઓ/ કર્મચારીઓએ અવરજવર દરમ્યાન માંગણી કર્યેથી જરુરી ઓળખપત્ર રજૂ કરવાના રહેશે. અનિવાર્ય સજોગોમાં બહાર નીકળેલા વ્યક્તિઓએ તેમનું ઓળખપત્ર, ડોક્ટરનું પ્રીસ્ક્રીપ્શન, સારવારને લગતાં કાગળો અને અન્ય પુરાવાઓ રજુ કર્યેથી અવરજવરની પરવાનગી આપવામાં આવશે. અનિવાર્ય સંજોગોમાં બહાર નિકળેલી વ્યક્તિઓ સાથે ફરજ પરના અધિકારી/ કર્મચારીએ માનવીય અભિગમ દાખવવાનો રહેશે. તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતીને ધ્યાને લેતાં તા. ૦૬.૦૫.૨૦૨૧ થી તા.૧૨.૦૫.૨૦૨૧ સુધીના સમગ્ર સમયગાળા દરમ્યાન વલસાડ અને વાપી શહેરોમાં (બન્ને શહેરોની પાંચ કિ.મી.ની ત્રિજ્યામાં) કેટલાક નિયંત્રણો મુકવાનું નક્કી કરાયું છે. જે અનુસાર આ સમયગાળા દરમિયાન તમામ આર્થિક/વ્યાપારીક પ્રવૃત્તિઓ જેવી કે દુકાનો, વાણિજ્યક સંસ્થાઓ, રેસ્ટોરન્ટ્સ (ટેક અવે સર્વિસ સિવાય), તમામ લારી-ગલ્લાઓ, શોપિંગ કોમ્પ્લેક્સ, અઠવાડીક ગુજરી/ બજાર/ હાટ, શૈક્ષણિક સંસ્થા અને કોચિંગ સેન્ટરો(ઓનલાઇન શિક્ષણ સિવાય), સિનેમા થિયેટરો, ઓડીટોરીયમ, એસેમ્બલી હોલ, વોટર પાર્ક, જાહેર બાગ-બગીચા, મનોરંજક સ્થળો, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર, જીમ, સ્વિમીંગ પુલ ઉપરાંત તમામ પ્રકારના મોલ તથા કોમર્શિયલ બંધ રહેશે.
તમામ માર્કેટીંગ યાર્ડ તથા તમામ માર્કેટ બંધ રહેશે. એ.પી.એમ.સી.માં શાકભાજી તથા ફળફળાદીનું ખરીદ વેચાણ ચાલુ રહેશે. જે દરમિયાન કોવિડ-૧૯ સંબંધીત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. આ સમયગાળા દરમિયાન લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્તમ ૫૦(પચાસ) વ્યક્તિઓની મંજૂરી રહેશે. લગ્ન માટે ડીજીટલ ગુજરાત ઉપર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા /દફનવિધી માટે મહત્તમ ૨૦ (વીસ) વ્યક્તિઓની મંજુરી રહેશે. સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોેશન, બેંક, ફાઇનાન્સ ટેક. સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેક્ષન સેવાઓ, બેંકોનું ક્લીયરીંગ હાઉસ,એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એક્સચેન્જ,સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફીસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦ ટકા સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં. તમામ પ્રકારના રાજકીય, સામાજીક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/મેળાવડાઓ સદંતર બંધ રહેશે. પ્રેક્ષકોની ઉપસ્થિતી વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/ સ્પોર્ટ્સ સ્ટેડીયમ/ સંકુલમાં પ્રેક્ષકો વગર રમતગમત ચાલુ રાખી શકાશે. તમામ ધાર્મિકસ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિકસ્થાનો ખાતેની દૈનિક પૂજા વિધી ધાર્મિક સ્થાનોના સંચાલકો કે પૂજારીઓ દ્વારા જ કરવાની રહેશે. પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્તમ ૫૦ ટકા પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.
આ સમયગાળા દરમિયાન કોવિડ-૧૯ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવાઓ તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ, મેડીકલ, પેરામેડીકલ તથા તેને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ, ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા, ડેરી, દૂધ-શાકભાજી, ફળ-ફળાદી ઉત્પાદન, વિતરણ અને વેચાણ તથા તેની હોમ ડીલીવરી સેવા, શાકભાજી માર્કેટ તથા ફુટ માર્કેટ, કરિયાણું, બેકરી, બધા પ્રકારની ખાદ્ય સામગ્રીનું વેચાણ અને તે વહેંચવા માટેની ઓનલાઇન તમામ સેવાઓ, અનાજ તથા મસાલા દળવાની ઘંટી, ઘરગથ્થુ ટીફીન સર્વિસીસ અને હોટેલ / રેસ્ટોરન્ટમાંથી ટેક અવે ફેસીલીટી આપતી સેવાઓ. ઈન્ટરનેટ/ ટેલિફોન/ મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ., પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મિડીયા, ન્યુઝ પેપર ડીસ્ટ્રીબ્યુશન, પેટ્રોલ, ડિઝલ, એલ.પી.જી./ સી.એન.જી./ પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડીંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રીબ્યુશન અને રીપેરીંગ સેવાઓ, પોસ્ટ અને કુરીયર સર્વિસ, ખાનગી સિક્યુરીટી સેવા, પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ, કૃષિ કામગીરી,પેસ્ટન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓના ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા, તમામ આવશ્યક ચીજ વસ્તુઓના પરિવહન, સંગ્રહ અને વિતરણને લગતી તમામ સેવાઓ, આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓતથા તેને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ, તમામ પ્રકારના ઉત્પાદન/ ઔદ્યોગિક એકમો અને તેને રો-મટીરીયલ પૂરો પાડતા એકમો અને તેમના સ્ટાફ માટેની વાહન વ્યવસ્થાઓ તેમજ બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે. આ દરમિયાન કોવિડ-૧૯ સંબંધિત માર્ગદર્શક સૂચનાઓ અને તમામે ફેસ કવર, માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સિંગનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.આ સમયગાળા દરમિયાન એ.ટી.એમ.માં નાણાનો પુરવઠો સતત જળવાઇ રહે તે અંગે બેંક મેનેજમેન્ટે કાળજી લેવાની રહેશે.
કોઇ પણ વ્યકિત આ હુકમનું ઉલ્લંઘન કરશે તો તેમની વિરૂધ્ધ ધી એપેડેમીક ડીસીઝ એક્ટ-૧૮૯૭, કોવિડ-૧૯ રેગ્યુલેશન તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટની જોગવાઇઓ ઉપરાંત આઇ.પી.સી.ની કલમ ૧૮૮ હેઠળ કાનૂની પગલાં તથા અન્ય કાનૂની જોગવાઇઓ મુજબ સખતમાં સખત કાર્યવાહી કરવા વલસાડ કલેક્ટર આર.આર.રાવલે ચેતવણી આપી છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment