News
વલસાડ માં રોટરી કારકિર્દી મેળો યોજાયો
રોટરી રેન્જર પ્રમુખ રો. મનોજ જૈન, જેસીઆઇ વલસાડ પ્રમુખ જેસી વિક્રમ રાજપુરોહિત, ઉમિયા સોશિયલ ટ્રસ્ટ કેપ્ટન અશોકભાઈ પટેલ અને તન્મય ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રવીણભાઈ શાહ દ્વારા વલસાડ ની જનતા માટે યોજાયેલ આ કેરિયર ફેર ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
આ બધી સામાજિક સંસ્થાઓ દ્વારા આ વિસ્તાર ના વિદ્યાર્થીઓ માટે એક જ જગ્યા એ વિવિધ કારકિર્દીની તકો અને વિવિધ કોલેજો અને યુનિવર્સિટીના પ્રતિનિધિઓને મળવાની તક 19 અને 20 એપ્રિલ ના રોજ આયોજિત કરવામાં આવી હતી. આ કોઈ સેમિનાર નથી અહીં તો જેમના બાળકો ધોરણ ૧ થી ૧૨ અથવા વિદેશમાં ભણવા માંગે છે તેમને માટે રાજપૂત સમાજ ના AC હોમ કસ્તુરબા હોસ્પિટલ ની સામે વિવિધ યુનિવર્સિટી ઓ અને કોલેજો ને મળવાની અમુલ્ય તક ઊભી કરવામાં આવી છે.
આ કેરિયર ફેર ના પ્રોજેક્ટ ચેર શ્રી રાજેશ પટેલ અને જેસી કિશોર તોલાની ના જણાવ્યા મુજબ આ ઉપરાંત પંડિત દીનદયાળ એનર્જી યુનિ., પારુલ યુનિ, પી. પી. સવાણી યુનિ., ઉકા તરસાડિયા યુનિ,રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ, એમ. આઇ ટી વર્લ્ડ પીસ યુનિ., પ્લાસ્ટ ઇન્ડિયા ઇન્ટરનેશનલ યુનિ., આત્મીય યુનિ., મહિન્દ્રા યુનિ. સંદીપ યુનિ, વિધાદીપ યુનિ, ગણપત યુનિ. જેવી વિવિધ યુનિ. દ્વારા ચલાવતા વિવિધ અભ્યાસક્રમો અને તેના પ્રવેશ પ્રક્રિયા બાબતના સવાલોના જવાબો આપવામાં માટે પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત વિવિધ શાળાઓ અને ફોરેન એજ્યુકેશન કન્સલ્ટન્ટ દ્વારા વિવિધ દેશોમાં અભ્યાસ કરવાની તકો અંગે માહિતી પૂરી પાડવામાં આવશે.
ડો. દીપેશ શાહ દ્વારા દરેક શાળા કોલેજ ના શિક્ષકો અને આચાર્યશ્રી ઓને વધુ ને વધુ વિદ્યાર્થીઓ આ કેરિયર ફેર ની મુલાકાત માતા પિતા સાથે લે અને પોતાની મૂંઝવણ નું નિરાકરણ લાવે તેવી અપીલ કરવામાં આવી હતી. આ ફેર સવારે 10 થી સાંજે 6 સુધી *વિના મૂલ્યે* બધાજ વ્યક્તિઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
Previous article
Next article
Leave Comments
Post a Comment