શ્રી સ્વામિનારાયણ બાલવાટિકાના બાળકોએ પૌરાણિક પાત્રોને જીવંત કર્યા.

શ્રી સ્વામિનારાયણ શિક્ષણ સેવા કેન્દ્ર, સલવાવ સંચાલિત શ્રી સ્વામિનારાયણ બાલવાટિકાના વિધાર્થી દ્વારા પૌરાણિક પાત્રોના રોલ પ્લે નું આયોજન કરવામાં આવ્યું હતું.
બાલવાટિકાના આચાર્ય શ્રીમતી આશાબેન દામાના માર્ગદર્શન હેઠળ બાળકોમાં આત્મવિશ્વાસ વધે અને સંસ્કૃતિનો સંચાર થાય તે માટે પાત્ર અવલંબન સ્પર્ધાનું( રોલ પ્લે) નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 
 ધોરણ ૧ અને ૨ના વિધાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ 'રામાયણ' તેમજ અન્ય પૌરાણિક પાત્રો જેવા કે રામ, સીતાજી, હનુમાનજી, રાવણ, નરસિંહ અવતાર, મીરાંબાઈ વગેરે પાત્રોના વેશ મંચ ઉપર ભજવ્યાં હતા.
સ્પર્ધા બે તબક્કામાં યોજાઈ હતી જેમાં આશરે ૮૦ જેટલા બાળકોએ ફાઇનલ રાઉન્ડમાં ભાગ લીધો. તેમની અભિવ્યક્તિ ક્ષમતા, આત્મવિશ્વાસ અને સર્જનાત્મકતા જોઈને નિરીક્ષકો મંત્રમુગ્ધ થયા હતા. આ પ્રસંગે નિર્ણયક તરીકે ડિમ્પલબેન કાપડિયા અને દિગ્નમા મેમ ઉપસ્થિત રહ્યા હતા જેમણે બાળકોની કલાત્મક શક્તિઓની પ્રશંસા કરી હતી.

આવી પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં આત્મવિશ્વાસ વધે છે, અભ્યાસ જીવનમાં નવી ઊર્જા મળે છે અને પરંપરાગત મૂલ્યો પ્રત્યે જાગૃતિ ઊભી થાય છે. કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના સ્થાપક પુરાણી સ્વામી કેશવ ચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી કપિલ જીવનદાસજી, રામ સ્વામીજી, હરી સ્વામીજી, ટ્રસ્ટી બાબુભાઈ તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.કેમ્પસ ડિરેક્ટર ડો. શૈલેષ વી. લુહાર, કેમ્પસ એડમિન હિતેન બી. ઉપાધ્યાય, આચાર્ય આશાબેન દામા તથા સમગ્ર સ્ટાફે વિદ્યાર્થીઓ અને વાલીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close