News
આજ રોજ તારીખ ૧૯/૦૪/૨૦૨૫ના રોજ વાપી મહાનગરપાલિકા ખાતે માન. કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રીશ્રીની અધ્યક્ષતામાં મનપા કમિશ્નર શ્રી યોગેશ ચૌધરી,મહાનગર પાલિકાની સંકલન સમિતિની બેઠક મળી.
આજ રોજ તારીખ ૧૯/૦૪/૨૦૨૫ના રોજ વાપી મહાનગરપાલિકા ખાતે માન. કનુભાઈ દેસાઈ, કેબિનેટ મંત્રીશ્રી નાણાં, ઉજા અને પેટ્રોકેમિકલ્સની અધ્યક્ષતામાં મનપા કમિશ્નરશ્રી યોગેશ ચૌધરી, માન, સાંસદ વલસાડ-ડાંગશ્રી ધવલભાઈ પટેલ તથા ધારાસભ્ય ઉમરગામશ્રી રમણભાઈ પાટકરની હાજરીમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક મળી.
જેમાં માન. મંત્રીશ્રી એ મહાનગરપાલિકા વિસ્તારમાં ચાલી રહેલ વિકાસના કામોની સમીક્ષા કરી અને હાલમાં ચાલી રહેલ કામો સમયસર પૂર્ણ થાય અને નગરજનોને અગવડના પડે તે મતલબની કાળજી લેવા જણાવ્યુ અને આગામી ચોમાસા પૂર્વે કરવામાં આવનાર કામોના આયોજન અંગે ચર્ચા કરવામાં આવી અને રસ્તાના મહત્તમ કામો મે મહિનામાં પૂર્ણ કરવાની તાકીદ કરવામાં આવી. જે અંગે વાપી મનપાના કમિશ્નરશ્રી યોગેશ ચૌધરીએ વિગરવાર માહિતી આપી હાલમાં ચાલી રહેલ ઇન્ફાસ્ટ્રકચર પ્રોજેકટ, રોડ રસ્તાના કામોની વિગત તથા પ્રિ મોનસૂન ની કરવામાં આવનાર કામગીરી અંગેનો રોડમેપ રજૂ કરી સમિતિના સભ્યોને અવગત કરાવવામાં આવ્યા. વધુમાં વાપી મહાનગરપાલિકાના પૂર્વ અને પશ્ચિમ વિભાગના ઇન્ટરકનેકટિંગના મહત્વના પ્રોજેકટ જેવાકે બલિઠા બ્રીજની બીજી લેનની કામગીરી, બલિઠા ખાતેના અંડરબ્રિજ, જે ટાઈપ બ્રિજ તથા વાપી મેઈન બ્રિજના કામમાં સમાવિસ્ટ અંડરબ્રિજની કામગીરી અંગે માન. મંત્રીશ્રી તથા સાંસદશ્રીએ જરૂરી સૂચન કરી આ કામો જલ્દીથી પૂર્ણ થાય તે અંગે જરૂરી આયોજન કરવા સિટી ઈજનેરશ્રીને જણાવ્યું. સદરહુ સંકલ સમિતિની બેઠકમાં નાયબ કમિશ્નરશ્રી અશ્વિનપાઠક, સિટી ઈજનેરશ્રી જતિનભાઈ પટેલ,ટાઉન પ્લાનરશ્રી હિમાંશુ પરમાર તથા તમામ શાખા અધ્યક્ષો હાજર રહેલ છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment