ગુંદલાવ જી.આઇ.ડી.સી. એશોસિએશન દ્વારા વલસાડ વહીવટીતંત્રને ચાર ઓકિસજન કોન્‍સ્‍ટ્રેટર મળ્‍યાઃ


માહિતી બ્‍યુરોઃ વલસાડ તા.૨૪: સાંપ્રત કોરોનાની મહામારીમાં વલસાડ જિલ્લામાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જિલ્લા કલેકટરશ્રી આર. આર. રાવલના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસ થઇ રહયા છે. 
     કલેકટરશ્રી આર. આર. રાવલ દ્વારા કોરોના દર્દીઓ માટે સીવીલ હોસ્‍પિટલ વલસાડ તેમજ જિલ્લાની કોવિડ હોસ્‍પિટલોમાં જરૂરી ઓકિસજનની વ્‍યવસ્‍થાઓ કરવામાં આવી છે. અને તે પ્રમાણે જિલ્‍લામાં ઓકિસજનનો પુરવઠો કોવિડ હોસ્‍પિટલોને પૂરો પાડવામાં આવે છે. 
વલસાડ જિલ્‍લામાં કોરોના સંક્રમણને નિવારવા માટે કલેકટરશ્રી દ્વારા જે સઘન પ્રયાસો થઇ રહયા છે તેના ભાગરૂપે ગુંદલાવ જી.આઇ.ડી.સી. એશોસિએશન દ્વારા જિલ્‍લા વહીવટીતંત્રને હવામાંથી ઓકિસજન મેળવી શકાય તેવા ચાર નંગ ઓકિસજન કોન્‍સ્‍ટ્રેટર મળ્‍યા છે. 

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close