ટ્વિટરની આડોડાઈ ભારે પડશે, સ્વદેશી એપ કૂ તરફ લોકોનું આકર્ષણ વધ્યું


   ટ્વિટરની હરીફ ભારતીય કંપની કૂએ 3 કરોડ ડોલર એટલે કે 218 કરોડ રૂપિયાનું રોકાણ એક્ત્ર કર્યુ છે તેમ કંપની દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે. 3 કરોડ ડોલરમાં ટાઇગર ગ્લોબલે પણ રોકાણ કર્યુ છે.
    કૂ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં 3 કરોડ ડોલરના રોકાણમાં ટાઇગર ગ્લોબલ ઉપરાંત કંપનીના વર્તમાન રોકાણકારો એક્સેલ પાર્ટનર, કલારી કેપિટલ, થ્રીવનફોર કેપિટલ, બ્લૂમ વેનચર્સ અને ડ્રીમ ઇન્ક્યુબેટરનું રોકાણ પણ સામેલ છે. 
    આઇઆઇએફએલ અને મિરાઇ એસેટ્સ કૂના નવા રોકાણકારો બન્યા છે. ઉલ્લેખનીય છે કૂને નવું રોકાણ એવા સમયે મળ્યું છે કે નવા નિયમોને કારણે ટ્વિટર અને ફેસબુક સહિતની સોશિયલ મીડિયા કંપનીઓની જવાબદારી વધી છે.
  ભારતીય કંપની કૂના હાલમાં 60 લાખ વપરાશકારો છે. તાજેતરમાં કૂએ જણાવ્યું હતું કે તેણે સરકાર દ્વારા જારી કરાયેલા નવા દિશાનિર્દેશો મુજબ પ્રાઇવેસી પોલિસી, વપરાશની શરતો અને કોમ્યુનિટી ગાઇડલાઇન્ડમાં ફેરફાર કર્યા છે. 
   કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભારતની પોતાની માઇક્રોબ્લોગિંગ એપે સિરિઝ બી ફંડિગમાં 3 કરોડ ડોલર એક્ત્ર કર્યા છે. જેમાં સૌથી વધુ રોકાણ ટાઇગર ગ્લોબલ નું છે. 
  કૂ ના સહ સ્છાપક અને સીઇઓ અપ્રમેય રાધાકૃષ્ણને જણાવ્યું છે કે અમેારી પાસે કૂને વિશ્વના સૌથી મોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પૈકીનું એક બનાવવાની આક્રમણ રણનીતિ છે.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઇલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close