News
પ્રથમ વાર તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલી આ સર્વિસ UIDAI એ કરી બંધ, હવે આ પ્રોસેસને ફોલો કરવી પડશે
હાલના સમયમાં આધાર કાર્ડ એ સૌથી ફરજિયાત દસ્તાવેજ થઇ ગયું છે. એ તો સૌ કોઇ જાણે છે કે, આધારકાર્ડનો નંબર એક જ રહે છે અને તેમાં ફોટોથી લઇને એડ્રેસ, ફોન નંબર વગેરેમાં તમે ફેરફાર કરી શકો છો. પહેલાં એવું થતું હતું કે આધાર કાર્ડ ખોવાઈ જવાના કિસ્સામાં અથવા તો તેમાં કોઈ ફેરફાર કર્યા બાદ લોકો નવા આધારકાર્ડને સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરીને છાપતા હતાં, પરંતુ હવે આવું નહીં થાય. કારણ કે UIDAI એ આ સેવા હવે બંધ કરી દીધી છે.
હવે તમે ઇચ્છો ત્યારે તમે આધારની વેબસાઇટ પરથી નવું આધાર કાર્ડ ડાઉનલોડ પ્રિન્ટ નહીં કરી શકો. એ માટે તમારે અન્ય પદ્ધતિઓનો ઉપયોગ કરવો પડશે. આવી સ્થિતિમાં, કોઈ પણ માહિતીને કેવી રીતે અપડેટ કરવી તે જાણ્યા બાદ અથવા આધારકાર્ડ ગુમ થયાની સ્થિતિમાં નવું કાર્ડ કેવી રીતે બનાવવાનું રહેશે.
ખરેખર, તાજેતરમાં જ આધાર કાર્ડ હેલ્પલાઇન દ્વારા ટ્વિટર પર એક વ્યક્તિના પ્રશ્નનો જવાબ આપતા આ નિયમના વિશે કહેવામાં આવ્યું છે. એક વ્યક્તિએ ટ્વિટર દ્વારા પૂછ્યું હતું કે, શું હું મારો આધાર લેટર ફરીથી પ્રિન્ટ કરી શકું? તો તેની પર આધાર હેલ્પ સેન્ટરએ જણાવ્યું કે, હવે આ સેવા બંધ કરી દેવામાં આવી છે.
ઓફિશિયલ હેન્ડલે જણાવ્યું કે, ‘આધાર રિ-પ્રિન્ટ સેવાને બંધ કરી દેવામાં આવી છે. તમે ઓનલાઇન દ્વારા આધાર PVC કાર્ડનો ઓર્ડર આપી શકો છો. જો તમે તેને ફ્લેક્સિબલ પેપરના ફોર્મેટમાં રાખવા ઇચ્છો છો તમે ઇ-આધારની પ્રિન્ટ નીકાળી શકો છો.’
આધાર પીવીસી કાર્ડ બનાવવું ખૂબ જ સરળ છે અને તમે તેને ઘરે જ બનાવી શકો છો. ત્યાર બાદ તેને ઘરે સ્પીડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવશે. એ માટે તમારે સૌ પહેલાં ઓફિશીયલ વેબસાઇટ પર જાઇને તમારે પીવીસી કાર્ડ લિંક પર ક્લિક કરો. અથવા તો તમે સીધા જ લિંક https://resident.uidai.gov.in/check-reprint-status પર જઈ શકો છો.
અહીં તમને આધારકાર્ડ સંબંધિત માહિતી પૂછવામાં આવશે. ત્યાર બાદ એક ઓટીપી દ્વારા તમે તમારી તમામ પ્રક્રિયાને પૂર્ણ કરી શકો છો. હવે તમારે ફી ચૂકવવાની રહેશે અને તેમાં આપેલા વિકલ્પ દ્વારા તમારે ફી ભરવાની રહેશે અને પછી તે તમારા ઘરે પહોંચી જશે.
વિશેષ બાબત એ છે કે તે ફક્ત પ્લાસ્ટિક કાર્ડ જ નથી, પરંતુ તેમાં વિશેષતાઓ પણ છે. ખરેખર આ કાર્ડમાં QR કાર્ડ લાગેલું હોય છે કે જેમાં એક હોલોગ્રામ લાગેલ હોય છે. જે તમામ આ કાર્ડને એક હાઇટેક કાર્ડ બનાવે છે. ઉપરાંત આ કાર્ડ સાચવવામાં ખૂબ જ સરળ છે તેમજ તે આધાર કાર્ડનું સૌથી નવું વર્ઝન છે.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment