News
રાજય કક્ષાના આરોગ્ય મંત્રીશ્રી કિશોરભાઇ કાનાણીના અધ્યક્ષસ્થાને વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાઇઃ
માહિતી બ્યુરોઃ વલસાડ તા.૩૧: રાજયના રાજ્યકક્ષાના આરોગ્ય મંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારીશ્રી કિશોરભાઇ કાનાણીએ આજરોજ વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક કલેકટર કચેરી વલસાડના સભાખંડમાં યોજી હતી.
બેઠકના અધ્યક્ષસ્થાનેથી મંત્રીશ્રીએ વલસાડ જિલ્લાની આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં વર્ષઃ- ૨૦૨૧- ૨૨ ના ન્યુ ગુજરાત પેટર્ન હેઠળ રૂા. ૪૩૯૮.૯૩ લાખના ૧૧૦૭ કામો માટેના આયોજનને મંજૂરી આપી હતી. જે અંતર્ગત વલસાડ તાલુકાના અટગામ પોકેટ માટે ૧૪૧ કામો માટે રૂા. ૩૩૪.૯૬ લાખ, રોણવેલ પોકેટ માટે ૧૨૮ કામો માટે રૂા. ૨૮૪.૩૨ લાખ, પારડી તાલુકા માટે ૧૫૭ કામો માટે રૂા. ૪૮૨.૬૫ લાખ, વાપી તાલુકા માટે ૧૨૬ કામો માટે રૂા. ૨૬૪.૭૯ લાખ, ધરમપુર તાલુકા માટે ૧૭૫ કામો માટે રૂા. ૮૧૨.૭૦ લાખ, કપરાડા તાલુકા માટે ૨૨૯ કામો માટે રૂા. ૧૬૬૫.૨૦ લાખ અને ઉંમરગામ તાલુકામાં ૧૫૧ કામો માટે રૂા. ૫૫૪.૩૧ લાખના વિવિધ કામો જુદા જુદા સદરે મંજૂર કરવામાં આવ્યા છે. જે મુજબ પાક કૃષિના ૮૩ કામો માટે કુલ રૂા. ૪૧૧.૭૭, હોર્ટિકલ્ચરના ૭ કામો માટે રૂા. ૧૬.૯૩ લાખ,ભૂમિ અને જળ સંરક્ષણ હેઠળ ૭ કામો માટે રૂા. ૦.૧૧ લાખ, પશુપાલનના ૫૬ કામો માટે રૂા. ૧૫૯.૨૮ લાખ, ડેરી વિકાસ માટે ૧૪ કામો માટે રૂા. ૧૭.૧૪ લાખ, મત્સ્યોદ્યોગના ૭ કામો માટે રૂા. ૧૦.૫૮ લાખ, વનનિર્માણ માટે ૭ કામો માટે રૂા. ૭.૪૧ લાખ,સહકારના ૭ કામો માટે રૂા. ૭.૪૦ લાખ, ગ્રામવિકાસના ૭૫ કામો માટે રૂા. ૨૧૧.૬૮ લાખ, નાની સિંચાઇના ૬૧ કામો માટે રૂા. ૫૬૫.૩૩ લાખ, વિસ્તાર વિકાસના ૧૪ કામો માટે રૂા. ૫૪ લાખ, વિજળી શકિતના ૨૧ કામો માટે રૂા. ૯૫.૪૭ લાખ, ગ્રામ્ય અને લઘુઉદ્યોગના ૮૪ કામો માટે રૂા. ૧૫૩.૬૮ લાખ, માર્ગ અને પુલના ૧૧૧ કામો માટે રૂા. ૩૩૮.૬૯ લાખ, નાગરિક પુરવઠાના ૭ કામો માટે રૂા. ૪.૧૩ લાખ, સામાન્ય શિક્ષણ માટેના ૯૬ કામો માટે રૂા. ૩૮૬.૧૬ લાખ, તાંત્રિક શિક્ષણના ૮૪ કામો માટે રૂા. ૨૧.૪૮ લાખ, જાહેર આરોગ્ય અને તબીબીના ૮૪ કામો માટે રૂા. ૩૨૦.૭૮ લાખ, પાણી પુરવઠો અને મૂડી ખર્ચ માટેના ૮૩ કામો માટે રૂા. ૭૮૩.૨૨ લાખ, અનુસૂચિત જનજાતિ અને પછાત વર્ગના કલ્યાણના ૫૪ કામો માટે રૂા. ૧૯૦.૫૧ લાખ, શ્રમ અને રોજગારના ૮૪ કામો માટે રૂા. ૪૭.૧૦ લાખ, પોષણના ૨૬ કામો માટે રૂા. ૧૭૪.૧૭ લાખ, મધ્યાહન ભોજન યોજનાના ૩૫ કામો માટે રૂા. ૧૮૭.૫૦ લાખ અને વલસાડ છૂટા છવાયા વિસ્તાર ૪ ટકાના ૧૪ કામો રૂા. ૩૫.૯૫ લાખનો સમાવેશ થાય છે. ઉપરાંત વર્ષઃ- ૨૦૧૯-૨૦ અને વર્ષઃ- ૨૦૨૦-૨૧ દરમ્યાન મંજૂર થયેલ કામોમાં થયેલ ફેરફારો તથા બચત રકમના કામોની મંજૂરીને બહાલી આપી હતી. તેમજ વર્ષઃ- ૨૦૨૦-૨૧ દરમ્યાન ન્યુ ગુજરાત પેટર્ન યોજના હેઠળ મંજૂર થયેલા કામોની સમીક્ષા મંત્રીશ્રીએ કરી હતી. સમીક્ષા દરમિયાન અમલીકરણ અધિકારીઓને સૂચના આપી હતી કે કામો નિયત સમય- મર્યાદામાં પૂર્ણ કરીને તેના સી. સી. સર્ટિફિકેટ મેળવીને તેની વિગત સંબધિત આદિજાતિ વિકાસના પોર્ટલ પર મૂકાઇ જવી જોઇએ ઉપરાંત કામની અગત્યતા ધ્યાને લઇને અગ્રતા મુજબ કામોનું આયોજન કરી કામો પૂર્ણ કરવા પર વિશેષ ભાર આપ્યો હતો.
બેઠકના પ્રારંભે વલસાડ કલેકટરશ્રી આર. આર. રાવલે મંત્રીશ્રીને વલસાડ જિલ્લાના વર્ષઃ- ૨૦૨૧-૨૨ ના થયેલ આયોજન બાબતે જાણકારી આપી હતી. આ બેઠકમાં વલસાડના સાંસદશ્રી ર્ડા. કે. સી. પટેલ, જિલ્લા પંચાયત વલસાડના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ, વલસાડ, પારડી, ધરમપુર અને કપરાડાના ધારાસભ્યો સર્વશ્રી ભરતભાઇ પટેલ, કનુભાઇ દેસાઇ, અરવિંદભાઇ પટેલ અને જીતુભાઇ ચૌધરી, વલસાડ જિલ્લા કલેકટરશ્રી આર. આર. રાવલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નિવાસી નાયબ કલેકટરશ્રી એન. એ. રાજપૂત, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી મનોજ શર્મા, પ્રાયોજના વહીવટદારશ્રી બી.કે.વસાવા, જિલ્લા આયોજન અધિકારીશ્રી મનીષ ગામીત તેમજ અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment