News
વલસાડની સિવિલ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણી
માહિતી બ્યુરોઃ વલસાડઃ ૩૧: વલસાડ જિલ્લા પ્રભારી અને આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઇ કાનાણીએ વલસાડ જિલ્લાની મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલની મુલાકાત પણ લીધી હતી.
આરોગ્યમંત્રી કિશોરભાઇ કાનાણીએ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે તબીબી અધિક્ષક સાથે મુલાકાત કરી સિવિલ હોસ્પિટલની કામગીરીની સમીક્ષા કરી હતી. મ્યુકરમાઇકોસીસ અને કોરોના દર્દીઓ સહિત અન્ય દર્દીઓને અહીં મળતી સુવિધા અને સારવાર અંગે પણ માહિતી મેળવી હતી. કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે ત્યારે કોઇ અગવડતા ન પડે તે માટે પૂરતી તૈયારી કરી લેવા જણાવ્યું હતું. આ મુલાકાત દરમિયાન સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉ. ભાવેશ ગોયાણીએ હોસ્પિટલની કામગીરી અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. મંત્રીશ્રીની આ મુલાકાત દરમિયાન ધારાસભ્યો સર્વે ભરતભાઇ પટેલ, અરવિંદભાઇ પટેલ અને જીતુભાઇ ચૌધરી હાજર રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment