News
દમણ-દીવ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને માજી સાંસદ ડાયાભાઈ વલ્લભભાઇ પટેલનું દુઃખદ અવસાન થયું
ડાયાભાઈ વલ્લભભાઈ પટેલ 10 માર્ચ 1945માં જન્મ થયો હતો દમણ જિલ્લાના ડાભેલ વિસ્તારમાં રહેતા હતા જેઓએ બી. કોમ. વલસાડની આર્ટ્સ અને કોમર્સ કોલેજમાં શિક્ષણ મેળવ્યું હતું તેઓ સારા ખેડૂત અને ઉદ્યોગપતિ તરીકે સારી કામગીરી કરી લોકોના દિલમાં વસ્યા હતા ડાહ્યાભાઈ પટેલ 22 ફેબ્રુઆરી 1973ના દિવસે શ્રીમતી ચંચળબેન સાથે તેઓના લગ્ન થયા હતા તેઓને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી હતા
ડાહ્યાભાઈ પટેલ ગ્રામ પંચાયત ના સરપંચ તરીકે અને દમણ મ્યુનિસિપલ કાઉન્સિલ દમણ જીલ્લા પંચાયત જેમાં તેમનું આગવું સ્થાન રહ્યું હતું તેમજ સારા કાર્યકર્તા તરીકે તેઓએ સારી નામના પણ મેળવી હતી 1999 માં 13મી લોકસભાની ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ પક્ષથી ચૂંટણીમાં સાંસદ તરીકે જીત મેળવી હતી તેમજ 14મી લોકસભામાં તેઓ ફરીથી ચૂંટાઈ આવેલા હતા.
આ ન્યૂઝ ની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment