પોલીસનો ગણવેશ પહેરી ચારે લૂંટારુઓએ દ્યરમાં પ્રવેશી પતિ ની સામે કન્યા સાથે સામૂહિત દુષ્કર્મ કરવામાં આવ્યો અને 'લૂંટારૂઓએ કન્યા પાસેથી પાંચ તોલા (૫૮.૩ ગ્રામ) સોનું અને ૧,૨૫,૦૦૦ રૂપિયા લૂંટી લીધાં હતાં.

 લાહોર નજીક પોલીસનાં ગણવેશ પહેરીને આવેલા ચાર લૂંટારુઓએ પતિની સામે નવવિવાહિત ૨૨ વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ કર્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી. પોલીસે એફઆઈઆરને ટાંકીને જણાવ્યું છે કે, બુધવારે જયારે વરરાજા મોહમ્મદ લતીફની બારાત લાહોરથી આશરે ૩૫૦ કિલોમીટર દૂર મુલ્તાનમાં શુજાનાં મોચીપુરા સ્થિત તેના નિવાસસ્થાન પર પહોંચી હતી ત્યારે આ દ્યટના બની હતી.
.                       ફાઈલ તસવીર
 પોલીસનો ગણવેશ પહેરી ચારે લૂંટારુઓએ દ્યરમાં પ્રવેશ કર્યો હતો અને પરિવારનાં સભ્યોને બંધક બનાવીને કન્યા સાથે સામૂહિત દુષ્કર્મ કરવામાં આવ્યો હતો. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 'પોલીસ ગણવેશ પહેરેલા ચાર લૂંટારુઓ બુધવારે મોડીરાત્રે દૌડી આવ્યા હતા.' તેઓએ પરિવારને બંધક બનાવ્યો અને દંપતીનાં રૂમમાં પ્રવેશ કર્યો જયાં તેઓએ પતિની સામે દુલ્હન પર સામૂહિક દુષ્કર્મ કર્યો.અને 'લૂંટારૂઓએ કન્યા પાસેથી પાંચ તોલા (૫૮.૩ ગ્રામ) સોનું અને ૧,૨૫,૦૦૦ રૂપિયા લૂંટી લીધાં હતાં.
                      ફાઈલ તસવીર
પોલીસે જણાવ્યું કે, બાદમાં આ દંપતીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને તબીબી અહેવાલમાં દુષ્કર્મની પુષ્ટી કરવામાં આવી હતી. દુલ્હનની હાલત સ્થિર હોવાનું જણાવાય છે. વરિષ્ઠ પોલીસ અધિકારી ખુર્રમ અલી શાહ પીડિત પરિવારને મળ્યા અને તેમને ન્યાય અપાવવાની ખાતરી આપી. શાહે કહ્યું, 'ફોરેન્સિક રિપોર્ટ તપાસની દિશા નિર્ધારિત કરવામાં મદદ કરશે.' તેમણે એમ પણ કહ્યું હતું કે પોલીસ અધિકારીઓ તપાસ કરી રહ્યા છે કે શું શંકાસ્પદ કટ્ટર ગુનેગારો હતા કે કોઈ વ્યકિતગત દુશ્મનાવટને કારણે તેઓએ આ પરિવારને નિશાનો બનાવ્યો હતો. પંજાબ પ્રાંતનાં મુખ્ય પ્રધાન ઉસ્માન બુજદારે પોલીસ અધિકારીઓને દોષીઓને વહેલી તકે પકડવાનો નિર્દેશ આપ્યો છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close