તા.૧૧મી જૂને વલસાડ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા યોજાશે


માહિતી બ્‍યુરો વલસાડ તા.૨૮: વલસાડ જિલ્લા પંચાયતની સામાન્‍ય સભા તા.૧૧-૦૬-૨૦૨૧ ને શુક્રવારના રોજ સવારે ૧૧-૩૦ કલાકે રાજીવગાંધી સભાગૃહ જિલ્લા પંચાયત વલસાડ ખાતે યોજાશે. 
આ બેઠકમાં ગત સભાની કાર્યવાહીને બહાલી આપવા, સભ્‍યો તરફથી પુછવામાં આવેલ પ્રશ્‍નો, ગત સભાની બેઠકમાં લેવાયેલા નિર્ણયો ઉપર લીધેલા પગલાંનો અહેવાલ, જિલ્લા પંચાયતની સમિતિઓની સભાઓની કાર્યવાહીઓ, અધ્‍યાસી અધિકારીએ દાખલ કરેલી તાત્‍કાલિક સત્તાવાર સબંધી બાબતો, પંચાયતને વિચારણા માટે જણાવેલી હોય તેવી બાબત, કાર્યસૂચિમાં ફેરફાર કરવા સબંધી કોઈ પણ ઠરાવ હોય તો ઠરાવો ઉપરાંત જિલ્લા કક્ષા સ્‍ટેમ્‍પ ડયુટીની ગ્રાંટમાંથી કામોના આયોજનને મંજુર કરવા બાબત, સરોણ-નંદાવલા જૂથ ગ્રામ પંચાયત વલસાડ તાલુકા વિભાજન અંગે દરખાસ્‍ત મોકલવા બાબત અને પ્રમુખ સ્‍થાનેથી રજૂ થતા કામો વગેરે મુદ્દા અંગે ચર્ચા વિચાર્ણા કરવામાં આવશે. 
             બેઠકમાં હાજર રહેનારે હાલની કોવિડ-૧૯ની માર્ગદર્શિકાનું ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે. આ બેઠકમાં સબંધિતોને સમયસર હાજર રહેવા જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર અને જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ દ્વારા જણાવાયું છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close