News
વલસાડ જિલ્લામાં ૧૦૮ સ્થળોએ ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકોનું વેકસીનેશન
માહિતી બ્યુરો: વલસાડ જિલ્લામાં કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જિલ્લા કલેકટરશ્રી આર. આર. રાવલના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર દ્વારા સઘન પ્રયાસ થઇ રહયા છે. સમગ્ર જિલ્લામાં પાત્રતા ધરાવતા વ્યક્તિઓનું રસીકરણ થાય તે માટે આરોગ્યતંત્ર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે તા.૨૫/૫/૨૦૨૧ના રોજ ૪૫ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે વલસાડ જિલ્લામાં વિવિધ ૧૦૮ સ્થળોએ કોવેકસીન અને કોવિશીલ્ડના ૪૦૫૦ ડોઝ વેકસીનેશનના કાર્યક્રમનું આયોજન કરાયું છે. જેમાં વલસાડ તાલુકામાં ૩૨ સ્થળોએ ૮૩૦ ડોઝ, પારડીમાં પાંચ સ્થળોએ ૩૦૦ ડોઝ, વાપીમાં ૨૧ સ્થળોએ ૧૭૦૦ ડોઝ, ઉમરગામમાં ૪૩ સ્થળોએ ૯૩૭ ડોઝ, ધરમપુરમાં ૬ સ્થળોએ ૧૯૦ ડોઝ અને કપરાડામાં એક સ્થળે ૬૩ ડોઝનું વેકસીનેશન કરાશે, એમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.
વલસાડ જિલ્લામાં વેક્સિનના ખુટી પડતાં લોકોએ આરોગ્ય કેન્દ્ર પરથી પરત જવાની ફરજ પડી રહી હતી, પરતુ હાલ સરકારે જિલ્લા માટે 9 હજાર ડોઝ ફાળવ્યાં છે. અગાઉ 7થી 8 હજાર ડોઝ ફાળવામાં આવતા હતાં. હાલ 12 ટકા વધુ રસીનો જથ્થો ફાળવાતાં મંગળવારે જિલ્લામાં એકી સાથએ 108 કેન્દ્રો પર વેક્સિન મુકવામાં આવશે. ફરી જિલ્લામાં પૂરજોશમાં વેક્સિનેશનનો પ્રારંભ થશે.
જિલ્લામાં ચાલી રહેલા વેક્સિનેશનમાં છ તાલુકા પૈકી 65 હજાર કરતાં વધુ લોકોને રસી મુકીને વાપી તાલુકો પ્રથમક્રમે છે,પરંતુ વાપીના યુવાનો નારાજ છે. સુરત, વડોદરા સહિતના મોટા શહેરોમાં 18 કરતાં વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવી રહી છે. પાડોશી દમણ અને સેલવાસમાં પણ યુવાનોને રસી મુકાઇ રહી છે, પરંતુ જિલ્લામાં 18 વર્ષ કરતાં વધુ ઉંમરના લોકોને રસી કયારે મુકાશે તેની કોઇ સ્પષ્ટતા થઇ નથી.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment