News
મહારાષ્ટ્રમાં વધુ 15 દિવસ લંબાવાયું લોકડાઉન, CM ઉદ્ધવ ઠાકરેએ ત્રીજી લહેરને લઇ આપ્યું મોટું નિવેદન
મહારાષ્ટ્રમાં 1 જૂનના રોજ લૉકડાઉન સમાપ્ત થઈ રહ્યું હતું ત્યારે એક વાર ફરી 15 દિવસ માટે મહારાષ્ટ્રમાં લૉકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ કહ્યું કે, ‘આગામી 15 દિવસ સુધી લૉકડાઉન લાગુ રહેશે.’ આ બાબતે આદેશ પણ જારી કરી દેવામાં આવ્યો છે. ગુરૂવારે કેબિનેટની બેઠકમાં કોરોનાની સ્થિતિને અનુલક્ષી CM ઉદ્ધવ ઠાકરેએ મંત્રીઓ સાથે ચર્ચા પણ કરી હતી.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે, કોરોના વાયરસથી સંક્રમણના દરરોજ આવનારા કેસોમાં ઘટાડો થયો હોવા છતાં મહારાષ્ટ્રમાં એટલાં કેસો આવી રહ્યાં છે કે જેટલાં પ્રથમ લહેરમાં પિક પર આવી રહ્યાં હતાં. થોડાં જ દિવસોમાં મહારાષ્ટ્રના કેટલાંક જિલ્લાઓમાં કોરોનાના કેસો ઘણાં વધી રહ્યાં છે.
CM ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં ઓક્સિજન ઉત્પાદનની ક્ષમતા 12,500 મેટ્રિક ટન હતી જેને વધારી 13,000 મેટ્રિક ટન કરી દેવામાં આવી પરંતુ દૈનિક જરૂરીયાત 17,000 મેટ્રિક ટન પહોંચી ગઈ છે. હાલમાં એમ પણ ના કહી શકાય કે કોરોના વાયરસની ત્રીજી લહેર ક્યારે આવશે જેથી અમે અમારી સાવચેતીને ઓછી નહીં કરીએ.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, ‘ડૉક્ટરોની સાથે સંવાદ સતત શરૂ છે. કોવિડની સ્થિતિઓ માટે મેડિકલ જરૂરીયાતોની ઊણપ અને વાયરસના સતત બદલાતા સ્ટ્રેનને કારણે આજે ચિકિત્સા ક્ષેત્ર એક પડકારનો સામનો કરી રહ્યું છે.
જો વેક્સિન પણ આપવામાં આવે તો આટલી મોટી આબાદીને આપતા ઘણો સમય લાગી જશે. એવી આશંકા છે કે ત્રીજી લહેર કદાચ બાળકોને સંક્રમિત કરી શકે છે. જેથી એ બધાને ધ્યાને રાખી તમામ ડોક્ટરોની સાથે સંવાદ કરવાની જરૂરિયાત પર હાલમાં ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેઓની સાથે સતત સંવાદ શરૂ જ છે.
CM ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર દેશનું પ્રથમ એવું રાજ્ય છે કે જેની પાસે નિષ્ણાંત ડૉક્ટરોની ટાસ્ક ફોર્સ છે. તમામ જિલ્લામાં સ્થાનિક નિષ્ણાંત ડૉક્ટરોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. બાળકો માટે બાળ રોગ નિષ્ણાંતોની પણ ટાસ્ક ફોર્સની એક અલગથી રચના કરવામાં આવી છે. તમામ ખાનગી ડૉક્ટરોને શામેલ કરી ઓનલાઇન OPD નું પણ આયોજન કરી સારવારની રીતમાં એકરૂપતા નક્કી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, ‘ડૉક્ટરોની સાથે સંવાદ સતત શરૂ છે. કોવિડની સ્થિતિઓ માટે મેડિકલ જરૂરીયાતોની ઊણપ અને વાયરસના સતત બદલાતા સ્ટ્રેનને કારણે આજે ચિકિત્સા ક્ષેત્ર એક પડકારનો સામનો કરી રહ્યું છે. જો વેક્સિન પણ આપવામાં આવે તો આટલી મોટી આબાદીને આપતા ઘણો સમય લાગી જશે.
એવી આશંકા છે કે ત્રીજી લહેર કદાચ બાળકોને સંક્રમિત કરી શકે છે. જેથી એ બધાને ધ્યાને રાખી તમામ ડોક્ટરોની સાથે સંવાદ કરવાની જરૂરિયાત પર હાલમાં ભાર મૂકવામાં આવી રહ્યો છે. તેઓની સાથે સતત સંવાદ શરૂ જ છે.
CM ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, મહારાષ્ટ્ર દેશનું પ્રથમ એવું રાજ્ય છે કે જેની પાસે નિષ્ણાંત ડૉક્ટરોની ટાસ્ક ફોર્સ છે. તમામ જિલ્લામાં સ્થાનિક નિષ્ણાંત ડૉક્ટરોની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. બાળકો માટે બાળ રોગ નિષ્ણાંતોની પણ ટાસ્ક ફોર્સની એક અલગથી રચના કરવામાં આવી છે. તમામ ખાનગી ડૉક્ટરોને શામેલ કરી ઓનલાઇન OPD નું પણ આયોજન કરી સારવારની રીતમાં એકરૂપતા નક્કી કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
આ ન્યૂઝ ની તમામ તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment