News
કુખ્યાત ફ્રેક્ચર ગેંગના પાંચ આરોપીઓ ઝડપાયા, દસ વર્ષથી ગુજરાતના વિવિધ જીલ્લાઓમાં હતો આંતક
અમદાવાદ પોલીસના હાથે ઝડપાયેલા આરોપી જેમાં ઝહીર કુરેશી, અસલમ ખાનજાદા, વસીમ સિપાહી, સરફરાજ સિપાહી, આરીફ મંડળી. આ અમદાવાદ જિલ્લા સહિતના ત્રણ જિલ્લાઓમાં ફ્રેક્ચર ગેંગ તરીકે કુખ્યાત છે આ ગેંગમાં કુલ ૯ શખ્સોસામેલ છે જેમાં મુખ્ય સફી કુરેશી આરોપી તરીકે પોલીસની તપાસમાં સામે આવ્યો છે અમદાવાદ ગ્રામ્ય પોલીસે પાંચ આરોપી ની ધરપકડ કરી વધુ ચાર ફરાર આરોપીઓની શોધખોળ હાથ ધરી છે જેમાં મુખ્ય આરોપી સફી કુરેશી, વસીમ બાડો, વસીમ બોળો અને મોહસીન બાટલો ફરાર છે.
અમદાવાદ જિલ્લા સહિત અમદાવાદ જિલ્લા સહિત હિંમતનગર બનાસકાંઠા સુરેન્દ્રનગર અમદાવાદ શહેરમાં કુલ 43 ગંભીર ગુનાઓ નોંધાઈ ચુક્યા છે.. જેમાં શરીર સંબંધી, મિલકત સંબંધી,ધાડ, લૂંટ, અપહરણ, હત્યાનો પ્રયાસ,પશુઓની હત્યા, રાયોટિંગ, હથિયારોની હેરાફેરી, સ્ત્રીઓ પર અત્યાચાર, સરકારી કર્મચારી પર હુમલા અને મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી કરવાના ગુનાઓ નોંધાઈ ચુક્યા છે… આ ગેંગ ગુજરાતના જિલ્લાઓમાં છેલ્લા દસ વર્ષથી સક્રિય હતી પોલીસને મળતા ગુજસીટોક હેઠળ ફરિયાદ નોંધી આરોપીઓને ધરપકડ કરવાની કરી કાર્યવાહી સહિતની કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી છે.
આ ગેંગનું નામ ફેક્ચર ગેંગ એટલા માટે પડ્યું કે આ ગેંગ સામેના વ્યક્તિને માર મારી હાથ અને પગમાં ફેકચર કરી નાખે છે અમદાવાદ ગ્રામ્ય પોલીસે હાલ આ પ્રક્રિયા હાથ ધરી છે કે દસ વર્ષથી આ ગેંગે ગુના આચરી જે પૈસા બનાવી મિલકત ખરીદી છે તેની ગણતરી કરી ટાંચમાં લેવાશે આ ગેંગનો સફાયો કરવા માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ છેલ્લા ત્રણ મહિનાથી એડી ચોટીનું જોર લગાવી રહી હતી અને અંતે ગેંગ કાયદાના સકંજામાં આવી ચૂકી છે.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment