News
વાપી ની નામી ખાનગી હોસ્પિટલ માં બેદરકારી સામે આવી મેડિકલ સ્ટોર ના ૧,૨૩,૮૨૪ રૂ. ની દવા હોસ્પિટલ દ્વારા મંગાવી હતી અને અલગ થી હોસ્પિટલ નું બિલ આશરે રૂ. ૨,૩૬,૦૦૦ થયું આટલો ખર્ચો કરવા છતાં દર્દીનું મોત
હાલ દેશની જનતા ચાલી રહેલી વૈશ્વિક મહામારી ની બીજી લહેરથી અને ખાસ કરીને વલસાડ જિલ્લામાં ત્રાટકેલા વાવાઝોડા થી થયેલ નુકસાન થી ત્રાહિમામ પોકારી ગઈ છે. જિલ્લા ના નાના-નાના ખેડૂતો અને મજૂરો ને ભારે આર્થિક હાલાકી ભોગવી રહી છે તેવામાં જો બીમારી આવી જાય તો દુકાળ માં અધિક માસ જેવી પરિસ્થિતિ આવી જાય છે. આવો જ કિસ્સો શનિવારે મોડી રાત્રે જાણવા મળી છે.
ઉમરગામ તાલુકાના પડગામ ખાતેના હંસાબેન બિપિન ભાઈ (કામ્બલી) પટેલ ઉમર વર્ષ ૪૭ તા.૬ મે ૨૦૨૧ ના રોજ વાપી ખાતે આવેલ પ્રાઇવેટ હોસ્પિટલ જનસેવા હોસ્પિટલમાં કોરોના ની સારવાર માટે દાખલ થયા હતા.પરંતુ પ્રાપ્ત માહિતી અનુસાર હોસ્પિટલમાં તેમની સારવાર દરમિયાન ગંભીર બેદરકારી દાખવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સૂત્રોના અને દર્દીઓના સંબંધીઓના સાથે વાતચીત માં જાણવા મળ્યું છે કે તા.૬ મે ૨૦૨૧ ના રોજ સાંજે ૩ થી ૪ વાગ્યાના ગાળામાં યશ (મૃત દર્દી હંસાબેન બિપિન ભાઈ પટેલના પુત્ર) તેમની માતાને જનસેવા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતા. ત્યાર બાદ હંસાબેન નું ઇમર્જન્સીમાં સીટીસ્કેન કરાવી જનરલ વોર્ડમાં મુકવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેજ દિવસની મોડી સાંજે તેમને ICU માં ખસેડવામાં આવ્યા હતા. ICU માં દાખલ કરતા પેલા હંસાબેન ના પુત્ર યશ અને તેમના સબંધી અશોક ભાઈ સંકર ભાઈ પટેલ કે જેઓ ઉમરગામ તાલુકાના રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમન ભાઈ પાટકર ના કાર્યકર્તા છે તેઓની હોસ્પિટલ ના દસ્તાવેજ ઉપર સહી કરાવી હતી.
યશનું કહેવું છે કે તેમના મમ્મીને ICU માં દાખલ કાર્ય પછી કોઈને મળવા દેતા ન હતા. તા.૯ મે ના રોજ હોસ્પિટલ માં ૫ દર્દીઓ મૃત્યુ પામ્યા હોવાથી ૯ ની રાત્રીના ૧૨ વાગ્યે મૃત ૫ દર્દીઓના સાગા સબંધીઓ દ્વારા હોસ્પિટલમાં બબાલ થવાથી ICU માં ઘણા બધાને નર્સે જવા દીધા હતા.તે દરમ્યાન ICU માં દાખલ હંસાબેન ને તેમના પુત્ર યશ દ્વારા પૂછતાં જાણવા મળ્યું હતું કે દર્દી ને બે દિવસ થી કંઈપણ ખાવાનું કે જ્યુસ વગેરે કઈંજ આપવામાં આવ્યું નથી. યશે નર્સ સાથે આ બાબતે પૂછવામાં આવ્યું હતું તો નર્સ ની ફરિયાદ હતી કે દર્દી દ્વારા ઘડીયે ઘડીયે ઓક્સિજન માસ્ક કાઢી નાખવામાં આવે છે. પણ યશે તાપસ કરી તો દર્દી ને તો હાથ અને પગ બાંધી ને રાખેલા હતા તો ઓક્સિજન માસ્ક કેવી રીતે કાઢે?.
પૈસાદાર અને વગદાર લોકોને ICU માં જવાની અનુમતિ મળતી એ યશે જોયું છે. યશના જણાવ્યા મુજબ અમોને ૧૩ દિવસમાં તા.૬ થી તા.૧૮ સુધી માત્ર એક દિવસજ મળવા જવા દીધા હતા. યશ ના જણાવ્યા મુજબ તા.૧૯ ના દિવસે બપોરે બે વાગ્યે થી તેમની માતા બેહોશ હતા તેમ હોસ્પિટલની નર્સ દ્વારા જણાવાયું હતું.
હોસ્પિટલ દ્વારા બે ત્રણ દિવસથી વારંવાર એવાજ જવાબો મળતા કે હવે સારું છે તો કોઈ વાર સિરિયસ છે તેવા ગોળગોળ જવાબો આપતા અને તે ઉપરાંત રોજ વારંવાર દવાઓ અને મેડિકલ સામગ્રીઓ લગભગ રૂ.છ થી રૂ.૧૦ હજારની મગાવતા. યશ અને સબંધી અશોક ભાઈ દ્વારા નર્સ ને તા.૨૦ ના રોજ યશે તેમની માતા ને જોવા માટે જણાવ્યું અને પૂછવામાં આવ્યું કે બેહોશ હાલત માં આટલી દવા નો ઉપયોગ કેવી રીતે કરો છો? તેમ પૂછતાં નર્સે તેમને કહ્યું કે તમે તમારા સ્વજન ને સિવિલ માં લઇ જાઓ તેવો ઉદ્ધતાઈ ભર્યું વર્તન કાવામાં આવ્યું હતું.એ પછી તા.૨૧ના રોજ યશી માતા સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા.આ દરમ્યાન સુધી મેડિકલ સ્ટોર થી દવા ૧,૨૩,૮૨૪ રૂ. ની દવા હોસ્પિટલ દ્વારા મંગાવી હતી અને અલગ થી હોસ્પિટલ નું બિલ આશરે રૂ. ૨,૩૬,૦૦૦ થયું હતું.
Previous article
Next article
Leave Comments
Post a Comment