News
દીપડો પાંજરે પુરાતા વન વિભાગની ટીમે દીપડાનો કબ્જો મેળવી દીપડાની પૂંછડી ઉપર ચીપ લગાવી વન વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી
વલસાડના તીધરા ગામના ઉગમણા ફળીયામાં આવેલી આંબાવાડીમાં છેલ્લા 5 દિવસથી દીપડાને પકડવા પાંજરૂ મુકવામાં આવ્યું હતું. સોમવારે દીપડો પાંજરે પુરાતા વન વિભાગની ટીમે દીપડાનો કબ્જો મેળવી દીપડાની પૂંછડી ઉપર ચીપ લગાવી વન વિસ્તારમાં છોડવાની તજવીજ હાથ ધરી છે.
વલસાડ વન વિભાગની ટીમને તીઘરા ગામના મરઘા ઉછેરકોએ કરેલી ફરિયાદ મુજબ છેલ્લા કેટલાક દિવસથી એક દીપડો ગામમાં આતંક મચાવી મરઘાઓ નુ મારણ કરી રહ્યો હોવાની ફરિયાદ મળી હતી. જે ફરિયાદના આધારે વલસાડના આર.એફ.ઓ અંજનાબેન અને તેમની ટીમે સ્થળ મુલાકાત લઇ ચેક કરતા વન્યજીવ દીપડાના ફૂટપ્રિન્ટ મળી આવ્યા હતા. જે બાદ ગામના ઉગમણા ફળિયા માં કિશન ભીખુભાઈ પટેલની વાડીમાં વન વિભાગની ટીમે દિપડાને પાંજરે પુરવા એક પાંજરૂ ગોઠવ્યું હતું. સોમવારે દીપડો પાંજરે પૂરાયો હતો.
દીપડો પુરાયાની જાણ વનવિભાગને થતા વન વિભાગની ટીમે દીપડાને ચણવય નર્સરી ખાતે ખસેડી તેની આરોગ્યલક્ષી ચકાસણી કરી દીપડા ની પુછડી ઉપર ચીપ લગાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીપડો ચાર વર્ષનો અને તંદુરસ્ત હોવાનું પશુ તબીબે જણાવ્યું હતું. દીપડાને વનવિસ્તારમાં છોડવાની તજવીજ વન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવશે.
Previous article
Next article
Leave Comments
Post a Comment