વલસાડ BKM સાયન્સ કોલેજનો પૂર્વ એડહોક લેબ આસિસ્ટન્ટ 13 હજારની લાંચ લેતા ઝડપાયો, ATKTમાં પાસ કરાવી આપવા વિદ્યાર્થી પાસે લાંચ માગી હતી


વલસાડની BKM સાયન્સ કોલેજના પૂર્વ ઇન્ચાર્જ લેબ આસિસ્ટન્ટ પ્રશાંત પટેલે.TY,Bcomના વિદ્યાર્થીને 5માં સેમિસ્ટરમાં પાસ કરાવવા માટે 17 હજારની લાંચની મંગણી કરી હતી. વિદ્યાર્થીએ લાંચિયા પૂર્વ ઇન્ચાર્જ લેબરોટરી આસિસ્ટન્ટ વિરૂદ્ધ વલસાડ ACBમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે વલસાડ ACBની ટીમે છટકું ગોઠવી લાંચિયા કેમેસ્ટ્રીના પૂર્વ ઇન્ચાર્જ લેબ આસિસ્ટન્ટને રૂ 13 હજારની લાંચ સ્વીકારતા સર્કિટ હાઉસ પાસેથી રંગેહાથ ઝડપી પાડયા હતા. લાંચિયા પ્રોફેસરને ડિટેન કરી ACBની ટીમે આગળની તપાસ હાથ ધરી છે.
શાહ એન.એચ. કોમર્સ કોલેજના વિદ્યાર્થીને TY,Bcom માં એકસ સ્ટુડન્ટ તરીકે અભ્યાસ કરતો હતો. જેમાં વિદ્યાર્થી પાંચમાં સેમેસ્ટરમાંના એક વિષયની પરીક્ષાના પરીણામમાં એ.ટી.કે.ટી. આવેલ હતી. કોલેજના અન્ય વિદ્યાર્થીના જણાવ્યા મુજબ BKM સાયન્સ કોલેજના પૂર્વ એડહોક કેમિસ્ટ્રીની લેબના આસિસ્ટન્ટ પ્રશાંત પટેલનો સંપર્ક કરી એટીકેટીમાં પાસ કરવી આપશે તેમ જણાવ્યું હતું. જેથી વિદ્યાર્થીએ આરોપીનો સંપર્ક કરેલ, ત્યારે આરોપીએ પાંચમાં સેમેસ્ટરમાં લો વિષયમાં પાસ કરાવવા રૂપિયા 17,000/-ની લાંચની માંગણી કરેલ અને રૂપિયા 2,000/- ફરીયાદી પાસેથી લીઘેલા હતા. ત્યાર બાદ વિદ્યાથીએ આરોપીનો વારંવાર સંપર્ક કરતા આરોપીએ ફોન પણ ઉપાડેલ નહી અને રૂબરૂ પણ મળેલ નહી. 

Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close