ડીએમસી હવે બાંધકામના પ્લાન એપ્રુવલ માટે કચેરીના ધરમ ધક્કા નહિં ખાવા પડે, ઓનલાઇન પરવાનગી આપશે

દમણ પ્રશાસન અને ડીએમસીએ સોમવારે અગત્યની જાહેરાત કરી હતી કે, પાલિકા સહિત અન્ય વિસ્તારમાં હવે કોઇપણ બાંધકામ માટે અરજદારે કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. પ્લાન એપ્રુવલથી લઇને કમ્પલીનેશન સર્ટી પણ ઓનલાઇન જ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
 દમણ કલેક્ટર કચેરીના સભાગારમાં કલેક્ટર ડૉ. રાકેશ મિન્હાસ અને ડીએમસીના ચીફ ઓફીસર અરૂણકુમાર મિશ્રાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કોઇપણ પ્રકારના બાંધકામ જેમાં બિલ્ડિંગ, મકાન, હોટલ માટે અત્યાર સુધી પ્લાન એપ્રુવલ લેવા માટે જે તે કચેરીના ધક્કા અરજદારે ખાવા પડતા હતા. જોકે, હવે મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ ગર્વમેન્ટ ઓફ ઈન્ડિયાની પોલીસી અંતર્ગત ડિજીટલ ઈન્ડિયાને પ્રોત્સાહીત કરવાના હેતુથી બાંધકામની પરમિશન પ્રક્રિયા ઓનલાઈન કરવામાં આવી છે.
    અગાઉ પાલિકા કમેંશમેન્ટ સર્ટીફીકેટ અને કમ્પલેશન સર્ટીફિકેટ ઈશ્યૂ કરતી હતી. જેમાં અરજદારે વારેઘડીએ કચેરીએ જવું પડતું હતું જેથી સમય અને શક્તિનો વ્યય થઇ રહ્યો હતો. આ ઉપરાંત પારદર્શિતા ન રહીને એપ્રુવલ આપવામાં ભ્રષ્ટાચાર પણ થતો હતો. હવેથી સમગ્ર પ્રોસેસ ઓનલાઈન કરાતા અરજદાર પોતાના ઘરેથી જ જરૂરી વિગતો, પ્લાન, બિલ્ડીંગની જગ્યાનો નક્શો તથા એનઓસી ઓનલાઈન પોર્ટલ થકી અપલોડ કરવાનું રહેશે. સોફ્ટવેરના મદદથી ડીઝાઇનની સ્કૂટિની થયા બાદ ખામીઓ દર્શાવીને એ પૂર્ણતા થયા બાદ પ્લાનને ઓન લાઈન મંજુરી આપશે. ઓનલાઇન પ્રોસેસ શરૂ કરતા હવે અરજદારોનો સમય બચશે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close