ખાનવેલમાં ઇંટ-પત્થરથી હુમલો કરી મોબાઇલ લૂંટનાર 4 ઝડપાયા આરોપી ને કોર્ટમાં રજુ કરાતા 4 દિના રિમાન્ડ, ફોન કબજે કરાયો



ખાનવેલ પોલીસ સ્ટેશનમાં ગત 22 એપ્રિલના રોજ લૂંટના પ્રયાસ સાથે મોબાઈલની ચોરીની ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડી તેઓ પાસેથી એક મોબાઈલ પણ કબ્જે લીધો હતો આરોપીઓને કોર્ટમાં રજુ કરાતા તમામના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
                 ફરિયાદી સંતોષ ઇન્દ્રજીત સિંગ રહેવાસી ગણેશભાઈ પટેલની ચાલ,ખડોલી મુળ રહેવાસી બિહાર જેઓ 21એપ્રિલના રોજ રાત્રે કોઈ કામના માટે બહાર નીકળ્યા હતા તે સમયે 4 અજાણ્યા યુવાનો ઈંટ અને પથ્થર વડે હુમલો કરી એમના હાથમાંથી મોબાઈલ છીનવી ભાગી ગયા હતા.આ ઘટના અંગેની સેલવાસ પોલીસે આઇપીસી કલમ 394,324 મુજબ ફરિયાદ નોધી વધુ તપાસ સુરંગી આઉટપોસ્ટના એએસઆઇ કે.એચ.પટેલ કરી રહ્યા હતા.
   આ કેસમાં એસપીના દિશાનિર્દેશમાં એક ટીમ બનાવી મોબાઈલ લોકેશનના અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આરોપીઓને 21 મેના રોજ 4 આરોપી અલ્કેશ કાશીરામ ઉ.વ.20 ચુમબાડીયા,અનિલ જમસુ ખંજોડીયા ઉ.વ.23 ,વિક્રમ શ્રવણ ઢંગડા ઉ.વ.22 રહેવાસી બિન્દ્રાબિન પટેલપાડા ,આકાશ તાનિયા ગુરોડા ઉ.વ.20રહેવાસી માનીપાડા બિન્દ્રાબીનને ઝડપી પાડી તમામને કોર્ટમાં રજુ કરતા કોર્ટે 4 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા. આ આરોપીઓ પાસેથી એક ઓપ્પો કંપનીનો મોબાઈલ કબ્જે કરવામાં આવ્યો હતો.આ કેસની વધુ તપાસ ખાનવેલ પોલીસ કરી રહી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close