News
કેન્દ્ર સરકારના નિર્ણય બાદ ગુજરાતમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં રાજ્યના વિદ્યાર્થીઓને ધ્યાને રાખીને ગુજરાત બોર્ડની પરીક્ષા પણ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્ર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવે તે મુજબ ગાઈડ લાઈનને અનુસરશે. કેવી રીતે પરિણામ આપવું તેના અંગેનો નિર્ણય હજુ કરવાનો બાકી છે. પ્રધાનમંત્રીએ જ્યારે દેશને ધ્યાને લઈને જે નિર્ણય લીધો તે મુજબ આજે નિર્ણય લેવાયો છે. આગામી શૈક્ષણિક સત્ર ઓનલાઈન શરૂ થશે.
ગુજરાતમાં રાજ્યના જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે, તેના માટે આ નિર્ણય લાગૂ પડશે, રિપીટર વિદ્યાર્થીઓ માટેનો નિર્ણય આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. તારીખ 7થી જે નવુ સત્ર શરૂ થાય છે, તે સત્ર ઓનલાઈન શરૂ થશે તેવી જાહેરાત કરી છે.
6 લાખ 92 હજાર વિદ્યાર્થીઓ આપવાના હતાં પરીક્ષા
જણાવી દઇએ કે કેન્દ્રની મોદી સરકારે જે રીતે પરીક્ષા રદ્દ કરી છે તે જોતા ગુજરાતમાં પણ ધો.12 સાયન્સ તેમજ સામાન્ય પ્રવાહના 6 લાખ 92 હજાર વિદ્યાર્થીની પરીક્ષા રદ્દ થઇ છે. ધો.12 સાયન્સના 1 લાખ 40 હજાર અને સામાન્ય પ્રવાહના 5 લાખ 52 હજાર મળીને 6 લાખ 92 હજાર વિદ્યાર્થી ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે.
તાજેતરમાં શિક્ષણ બોર્ડે ધો. 12 સાયન્સના 1.40 લાખ અને 5.43 લાખ સામાન્ય પ્રવાહના મળીને કુલ 6.83 લાખ વિદ્યાર્થીની લેખિત પરીક્ષા આગામી તા.1 જુલાઇથી કોરોનાની ગાઇડ લાઇનના પાલન સાથે લેવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવ્યું હતું. તમામ પરીક્ષા બે ભાગમાં લેવામાં આવનાર હતી. ગુજરાતના વાલી મંડળે CBSE બોર્ડ ધોરણ 12ની પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય આવકાર્યો છે. સાથે જ ગુજરાત સરકાર ધોરણ 12 ની પરીક્ષા રદ કરે તેવી માંગણી કરી હતી.
Previous article
Next article
Leave Comments
Post a Comment