પારડી કોઠરખાડી માં કોઈક અજાણ્યા ઈસમ પાણીમાં દવા નાખી જતા માછલીઓના મોત થતા સ્થાનિકોમાં રોષ

       ખાસ કરીને આપણે જોઈએ છીએ કે ઇન્ડસ્ટ્રીયલ એરિયા માંથી કેમિકલયુક્ત પાણી છોડતા અનેક ખનકી તેમજ ખાડીઓમાં માછલીઓના મોત થતા જોવા મળે છે. 
.                  તસવીર અક્ષય દેસાઈ
જેમાં આજે પારડી તાલુકાના બાલદા થી સુખલાવ જતા રોડ ઉપર કોઠરખાડી માં કોઈક અજાણ્યા ઈસમ પાણીમાં દવા નાખી જતા  માછલીઓ ના મોત નિપજતા સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
.                      તસવીર અક્ષય દેસાઈ
 બાલદા ગામના માજી સરપંચ રણજિત પટેલ ના  જણાવ્યા મુજબ કોઈક અજાણ્યા ઈસમો દ્વારા મચ્છી પકડવા પાણીમાં દવા નાખી જતા માછલી અને પાણી નો બગાડો થયો છે. આ પાણી ઢોરો ને પીવા માટે તેમજ સ્થાનિકોને કપડાં ધોવા માટે વપરાશ માં લેવાતું હોય છે.
.                     તસવીર અક્ષય દેસાઈ
 જો કે દર વર્ષે અજાણ્યા ઈસમો દ્વારા પાણી નો પ્રવાહ ઓછો થતા આ હરકત કરવામાં આવે છે. ત્યારે આવા અજાણ્યા ઈસમો સામે પંચાયત તેમજ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવાં આવે એવી સ્થાનિકો માં માંગ ઉઠવા પામી છે. 
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close