News
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત મોગરાવાડી તળાવ ખાતે વૃક્ષારોપણ કરાયું
માહિતી બ્યુરો : વલસાડ : તા.૦૫: વલસાડ જિલ્લા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી અંતર્ગત મોગરાવાડી તળાવ ખાતે સ્વજન વન નિર્માણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલ, જિલ્લા કલેક્ટર આર.આર.રાવલ, જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગર, નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન પટેલ, પ્રાંત અધિકારી કેતુલ ઇટાલીયા, દક્ષિણ વિભાગના નાયબ વન સંરક્ષક રૂપક સોલંકી, ઉત્તર વિભાગના નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલા, સામાજિક વનીકરણ વિભાગના મદદનીશ વન સંરક્ષક જીતલબેન ભટ્ટ, હાજર રહ્યા હતા.
તેમજ વિસ્તરણ રેન્જ વલસાડના પરિક્ષત્ર વન અધિકારી હેતલબેન ભંડારી, નગરપાલિકા ચીફ ઓફિસર જે.યુ. વસાવાસા સહિત મહાનુભાવોના હસ્તે મોગરાવાડી તળાવની પાળે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
Previous article
Next article
Leave Comments
Post a Comment