આદિજાતિ વિકાસ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરની અધ્‍યક્ષસ્‍થાને જમીન મહેસુલના પડતર પ્રશ્નો અંગે બેઠક યોજાઇ

માહિતી બ્‍યૂરોઃ વલસાડઃ તાઃ ૦૪ : વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકર ની અધ્‍યક્ષસ્‍થાને મામલતદાર કચેરી, ઉમરગામ ખાતે જમીન મહેસુલને લગતા પડતર મહેસુલી પ્રશ્નો અંગેન સમીક્ષા બેઠક મળી હતી. 
આ બેઠકને સંબોધતાં મંત્રીશ્રી પાટકરે લોકોના પ્રશ્‍નો જાહેરમા સાંભળીને સમયમર્યાદામાં તેનો નિકાલ થાય તેની તકેદારી રાખવા જણાવ્‍યું હતું. કોવીડ-૧૯ ની ગાઈડ લાઈનને અનુસરીને કોરોનાની માહમારીને કારણે જે કામો ઠપ થઈ ગયા હતા તે ચાલુ કરી દેવા જણાવ્‍યું હતું. આ બેઠક અંતર્ગત જમીનને લગતા ડેટા એન્‍ટ્રી અને વારસાઈ, જમીન માપણી અંગે અરજી ગઈ હોય તો નિકાલ કરવા, રાશન કાર્ડ, વગેરે ૧૯ જેટલા પ્રશ્‍નોની ચર્ચા કરી તેનો નિકાલ કરવા સંબંધિત અમલીકરણ અધિકારીઓને જણાવ્‍યું હતું. 
 
પારડી પ્રાંત અધિકારી સી.પી.પટેલે રાશન કાર્ડ માટે અગ્રતા ધરાવતા કુટુંબોને સમાવેશ સત્‍વરે કરવા જણાવ્‍યું હતું. આ બેઠકમાં મામલતદાર ડી.સી. સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ ધાંગડા, ઉમરગામ સંગઠન પ્રમુખ દિલીપભાઇ ભંડારી, મહામંત્રી પ્રકાશભાઈ અને રામદાસ વરઠા તથા ઉમરગામ તાલુકાના નગરજનો અને ગ્રામજનો હાજર રહયા હતા.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close