News
ઉમરગામમાં રાજ્ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો
માહિતી બ્યૂરોઃ વલસાડઃ તાઃ ૦૪ :ઉમરગામ સ્વ.બુધીબેન ગોવનભાઇ બારી સાંસ્કૃતિક ભવન ખાતે આદિજાતિ વિકાસ અને વન વિભાગ રાજય કક્ષાના મંત્રી રમણલાલ પાટકરના હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.
આ અવસરે રમણલાલ પાટકરે જણાવ્યું કે, ૫ મી જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ. વાવાઝોડા જેવી કુદરતી આપત્તિને કારણે લાખો વૃક્ષો ધરાશયી થયા છે, ત્યારે ધરતી માતાને બાળક સ્વરૂપે છાંયડો આપવા મોટ સંખ્યામાં વૃક્ષારોપણ કરી તેની પૂર્તિ કરવાનો છે.
રાજ્યસ્તરે ખૂબ મોટા પાયે આ કાર્યક્રમ ઉજવાઈ રહયો છે. સમતોલ વાતાવરણ જળવાઇ રહે તે માટે વૈજ્ઞાનિક દૃષ્ટિએ જેટલાં વૃક્ષો હોવા જોઈએ એના કરતાં ઓછા છે. જો વૃક્ષો ઉછેરવામાં કચાશ રહી જશે તો આપણા સમાજ ઉપર ખૂબ મોટા આપત્તિ આવી પડશે, જે ધ્યાને ચોવીસ કલાક ઓક્સિજન આપતા તુલસી, પીપળો, વડલો, લીમડો જેવા વૃક્ષોનું વધુમાં વધુ વાવેતર કરી તેનું જતન કરીએ એવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી.
વલસાડ જિલ્લા સંગઠન પ્રમુખ હેમંતભાઇએ જણાવ્યું કે, આજે પર્યાવરણનું સંતુલન જળવાઇ રહે તે માટે વધુમાં વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરીએ. દરેક વ્યક્તિને ઓછામાં ઓછા ૧૦ વૃક્ષો વાવવાનો સંકલ્પ કરવા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં શિલ્પેશ ભાઈ, કમલેશભાઈ, જશુમતિબેન, વર્ષા રાવલ સહિત અન્ય આગેવાનો અને નાગરિકો હાજર રહયા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment