News
જૂહી ચાવલા વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા તો સુનાવણીમાં સામેલ એક વ્યક્તિએ ગીત વગાડયુ લાલ લાલ હોઢો પર ગોરી કિસકા નામ હૈ. કોર્ટે તેને ગંભીરતાથી લેતા ગીત મ્યૂટ કરવાનું કહ્યું.
અભિનેત્રી જૂહી ચાવલા (Juhi Chawala) એ 5G વાયરલેસ નેટવર્કને લાગૂ કરવા વિરૂદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. અરજી પર બુધવારે કોર્ટમાં સુનાવણી પૂરી થઈ ગઈ છે. દિલ્હી હાઈકોર્ટે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો છે.
આ મામલાની સુનાવણી વર્ચ્યુઅલ રીતે થઈ હતી. સુનાવણી દરમિયાન જ્યારે જૂહી ચાવલા વીડિયો કોન્ફરન્સ દ્વારા જોડાયા તો સુનાવણીમાં સામેલ એક વ્યક્તિએ ગીત વગાડવાનું શરૂ કરી દીધું. વ્યક્તિએ લાલ લાલ હોઢો પર ગોરી કિસકા નામ હૈ.... ગીત શરૂ કર્યું. કોર્ટે તેને ગંભીરતાથી લેતા ગીત મ્યૂટ કરવાનું કહ્યું.
પરંતુ તેમ છતાં તે વ્યક્તિ માન્યો નહીં. સુનાવણી દરમિયાન ફરી બીજુ ગીત શરૂ કર્યું. તેના વિરૂદ્ધ કોર્ટે નારાજગી વ્યક્ત કરતા તે વ્યક્તિની ઓળખ કરી તેના વિરુદ્ધ અવમાનના નોટિસ જારી કરવાનું કહ્યું. કોર્ટે પોલીસને આ મામલામાં તે વ્યક્તિની જાણકારી મેળવી તેના વિરુદ્ધ કાર્યવાહી કરવાનો પણ આદેશ આપ્યો છે.
મહત્વનું છે કે જૂહીએ આ અરજીમાં માંગ કરી છે કે 5જી વાયરલેટ નેટવર્કને દેશમાં લાગૂ કરતા પહેલા તેની સાથે જોડાયેલા તમામ રિસર્ચ પર ધ્યાન આપવામાં આવે. નાગરિકો, જાનવરો અને વનસ્પતિઓ પર વિકિરણની ખરાબ અસરને આધાર ગણાવતા અભિનેત્રીએ 5જી ટેસ્ટિંગ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી છે.
સુનાવણી દરમિયાન વકીલ અમિત મહાજને કહ્યુ કે, અરજીની તત્કાલ સુનાવણીની માંગ કરવામાં આવી નથી. તેના પર કેન્દ્ર તરફથી SG તુષાર મેહતાએ કહ્યુ કે અરજી સુનાવણી યોગ્ય નથી. તેના પર કાર્યવાહીનું કોઈ કારણ નથી. જૂહીની સાથે આ મામલામાં બે અન્ય લોકોએ અરજી કરી છે. તેમાંથી એક તરફથી રજૂ થયેલા કપિલ સિબ્બલે કહ્યુ કે, 5જી લોન્ચ કરવી સરકારની પોલિસી છે પરંતુ જો બંધારણની કલમ 14 કે અન્ય જોગવાઈઓનું ઉલ્લંઘન છે તો સરકારની નીતિને રદ્દ કરી શકાય છે. અને આ રિટ અરજી દ્વારા કરી શકાય છે.
આ ન્યૂઝ અને તેની તસવીરો ફાઈલ તસવીર છે સૌજન્ય સોશિયલ મીડિયા
Previous article
Next article
Leave Comments
Post a Comment