બાયોડીઝલ બનાવવાનું રેકેટ પકડી પાડવાના કેસનો વોન્ટેડ આરોપીને એસઓજીએ ભૂજ ખાતેથી ઝડપી પાડ્યો

               ધરમપુર ખાતે લાકડગામમાં ગત સપ્તાહે એસઓજીએ કેમિકલયુક્ત બાયોડીઝલ ભરેલા ટેન્કરને ઝડપી પાડી 2 આરોપીની ધરપકડ કરી એક શેડમાં બાયોડીઝલ બનાવવાનું રેકેટ પકડી પાડવાના કેસનો વોન્ટેડ આરોપીને એસઓજીએ ભૂજ ખાતેથી ઝડપી પાડ્યો છે.આ આરોપીને ધરમપુરની કોર્ટમાં રજૂ કરી પોલીસે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.એસઓજીની ટીમે વલસાડના નાની વહીયાળમાં ચેકિંગ દરમિયાન પ્રવાહી ભરેલું ટેન્કર ઝડપી તેના ડ્રાઇવર મોહન મગન પરમારની પુછપરછમાં લાકડમાળમાં ગુંજન ભેસાણિયાના શેડમાં બાયોડીઝલ બનાવવાનો ઘટસ્ફોટ કર્યો હતો.
                      પોલીસે કિશનકુમાર હરજી શલડિયા રહે.લાકડમાળ,મૂળ રહે.અમરેલીની ધરપકડ કરી હતી. લાકડમાળમાં તેના માટે તૈયાર કરાયેલો શેડ ઉભો કરનાર વોન્ટેડ આરોપી ગુંજન જીતુ ભેસાણિયા રહે.સુરત અને ભુજના ઇમરાન મેમણની શોધખોળ હાથ ધરી હતી.
 પોલીસે લાકડમાળમાંથી જ્વલનશીલ પેટ્રોલિયમ અને એસિડીક પ્રવાહી 31831 લીટર કિ.11.22 લાખ ,ક્રિમકલરનો કેમિકલ પાવડર 175 કિગ્રા,કિમત રૂ.5250,ટેન્કર કિમત રૂ.10 લાખ,તથા હિટીંગ મશીન નંગ 5 કિ.રૂ.10.50 લાખ,લોખંડના ટાંકા નંગ 3 કિ.રૂ.3 લાખ,3 મોબાઇલ કિ.રૂ.10 હજાર મળી કુલ રૂ.37.22 લાખનો મુ્દ્દામાલ કબજે કરાયો હતો.ભૂજના આરોપીને ધરમપુર કોર્ટમાં રજૂ કરી એસઓજીએ 2 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી છે.
Previous article
Next article

Leave Comments

Post a Comment

Ads Post 1

Ads Post 2

Ads Post 3

Ads Post 4

close