News
સેલવાસ પોલીસે બાતમી આધારે બે વ્યક્તિઓને 1 કિલો 95 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડી કોર્ટમાં રજુ કરતા કોર્ટે બંનેના 4 જૂન સુધીના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા
દાનહ એસપીને મળેલ ગુપ્ત માહિતી મળી હતી કે, બે વ્યક્તિઓ સેલવાસમાં આવી ગાંજાની તસ્કરી કરી રહ્યા છે. પોલીસ પેટ્રોલિંગ દરમ્યાન બે શંકાસ્પદ વ્યક્તિ બોમ્બે બિરયાની નજીક એક કેરીબેગ લઈને ઉભા હતા. તેઓની પૂછપરછ કરી બેગ ચેક કરતા બેગમાંથી 1 કીલો 95ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.
જેની અંદાજીત કિંમત 10,950રૂ. થાય છે ગાંજો ભરેલી બેગ સાથે પોલીસે વસંત નાગો કોળી ઉ.વ.51 રહેવાસી બાવીસા ફળિયા,સેલવાસ મૂળ રહેવાસી અમલનેર જલગાવ.અને ખંડુ ભાટા પાટીલ ઉ.વ.43 રહેવાસી પાતળિયા ફળીયા,સેલવાસ મુળ રહેવાસી નંદુરબાર,મહારાષ્ટ્ર સામે આઇપીસી 8(સી),20(બી)(2)બી ઓફ એનડીપીએસ એક્ટ 1985મુજબ ફરિયાદ નોંધી કોર્ટમા રજુ કરવામાં આવ્યા હતા.
કોર્ટે આ બંનેના 4જુન સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે.આ કેસની વધુ તપાસ સેલવાસ પોલીસ કરી રહી છે. અને આ બન્ને આરોપીઓ સાથે બીજા કોઈ વ્યક્તિઓ તો સંડોવાયેલા નથીને એની તપાસ હાથ ધરી છે.
Previous article
Next article
Leave Comments
Post a Comment