News
કોરોના સેવા યજ્ઞ” અભિયાન અંતર્ગત રાજભવન તરફથી વલસાડ જિલ્લાને એક હજાર રાશન કીટ અપાશે કિટના યોગ્ય વિતરણના આયોજન માટે જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક મળી
માહિતી બ્યુરો:વલસાડ:તા.૨: કોરોના સેવા યજ્ઞ” અભિયાન અંતર્ગત રાજભવન તરફથી યુવા અનસ્ટોપેબલ" નામની સ્વૈચ્છિક સંસ્થાની સહયોગથી કોરોના વોરિયર્સને જીવન ઉપયોગી ચીજ વસ્તુઓવાળા રાશન કિટ (Ration Kit)નું વિતરણ કરવાનું એક અભિયાન રાજ્યના માનનીય રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા શરૂ કરાયું છે. જે અંતર્ગત એક લાખ કોરોના વોરિયર્સને રેશન કિટ આપવાનું આયોજન રાજભવન તરફથી વિચારાયું છે. આ અભિયાનના સંદર્ભમા રાજયપાલશ્રીની ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલના વરદ હસ્તે કુલ ૧૦૦૦ રાશન કિટ (Ration Kits) સાથેની ટ્રક તા. ૦૩/૦૬/૨૧ના રોજ રાજભવનથી નિકળી વલસાડ જવા રવાના કરાશે. આ કીટ વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા બાદ તેના વિતરણ વ્યવસ્થાના સુચારુ આયોજન માટે કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર આર.આર.રાવલના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી.
આ બેઠકમાં કલેકટર આર.આર.રાવલે જણાવ્યું હતું કે, રાજભવન ખાતેથી આવનારી તમામ કીટનું પાત્રતા ધરાવતા વ્યક્તિને જ વિતરણ થાય અને કોઈ ખોટો વ્યક્તિ તેનો ગેરલાભ ન ઉઠાવી જાય તે સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓને જવાબદારી સોંપવા જણાવ્યું હતું. વિતરણ માં સરળતા માટે ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સની યાદી તૈયાર કરવાની સાથે કીટ વિતરણ વખતે કોરોના માર્ગદર્શિકાનું પાલન કરવા અને જરુરી ડોક્યુમેન્ટેશન કરવા માટે પણ જણાવ્યું હતું.
આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર એન.એ.રાજપૂત, પુરવઠા અધિકારી વી.સી.બાગુલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી મનોજ પટેલ, પ્રાંત અધિકારીઓ, સિવિલ હોસ્પિટલ તેમજ નગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા.
Previous article
Next article
Leave Comments
Post a Comment